________________
પગનું વ્યાખ્યાન તથા શ્રીમદ્ વ્યાખ્યાતા તથા રાજનગરના વિદ્વાન શ્રાતાઓ, આ વકતા શ્રોતાઓને અપૂર્વયોગ અદભૂત હતો ત્યાં જ્ઞાનાનંદની લુંટ લુંટ થાય તેમાં શી નવાઈ?
શ્રીમદ્ દેવચંદ્રજીનું સ્વર્ગગમન. અહિં શ્રીમને વાયુ પ્રકોપથી વમન ( ઉલટી) ને અકસ્માત્ વ્યાધિ થયો અને તેથી શરીરે અસમાધિ ઉત્પન્ન થઈ તથા અંગોપાંગ શિથિલ થતાં શરીરની ક્ષીણતા થવા લાગી. પુદગલની અનિત્યતા તેમજ પદાર્થમાત્રની અનિત્યતા એ અનાદિસ્વભાવ હોવા છતાં મૂર્ખ જન તે પર પ્રેમ રાખે છે. તથા પંડિત જનો તે પર બીલકુલ રાગ ધરતા નથી. વળી શામાં પણ બે પ્રકારનાં મરણ કહ્યાં છે. બાલ મરણ તથા પંડિત મરણ. તેમાં પણ પંડિત મરણ ઉત્તમ ગયું છે. શરીરની અનિત્યતાને વિચાર કરી નિકટ મૃત્યુ, બુદ્ધિવ જાણે શ્રીમદે પિતાના શિને પાસે બોલાવ્યા અને શિખામણ આપવા માંa અને જણાવ્યું કે મારી અવસ્થા નરમ છે, શરીર ક્ષીણ થતું જાય છે, પુદગલને સ્વભાવ એવેજ છે. માટે તમે શેક કરશે નહીં અને ધર્મ માર્ગમાં લીન રહે.
શ્રીમના શિમાં શિરોમણિ શ્રી મનરૂપજી વાચક હતા. જે ગુણવંત તથા ચતુર તથા સમયના જાણ હતા. તેમની ગુરૂ ભકિત અનુપમ હતી, તેમની ચતુરાઈથી શ્રાવકે તથા શિષ્ય ગુરૂની સેવા શુશ્રષા પ્રબળ ભક્તિભાવથી કરવા લાગ્યા તથા ગુરૂજીની આજ્ઞા ઉઠાવી તેમના પદપદ્મ સેવવા લાગ્યા.
વિનયી વિવેકી વિચિક્ષણ સિદ્ધાંતના જાણ પંડિત મન૫૭ વાચકને જોઈ શ્રીમદ મનમાં વિચારવા લાગ્યા કે માહર શિષ્ય મનરૂપજી સુપાત્ર છે. વળી બીજા શિવ રાયચંદ જેઓ વિનયી તથા ગુરૂભકત હતા. વળી ઘણી વિદ્યાઓના ભેદના જાણ હતા. આ તથા અન્ય શિષ્ય સમુદાય ઘણે વિદ્વાન હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com