________________
પારગામી હતા. જેઓએ ચેરાશગચ્છના અનેકવાદી સાધુએને વાદમાં જીત્યા હતા. વળી શ્રીમદેવચંદ્રજી પાસે મનરૂપજીના વકતુછ તથા રાયચંદ નામે બંને શિ તર્કવાદ ભણતા હતા. તેઓ ગુરૂસેવા ભકિત તથા આજ્ઞા પ્રતિપાલનમાં દત્ત ચિત્ત રહેતા હતા.
સં. ૧૭૧૨ માં શ્રીમદ્ રાજનગર પધાયા હતા. તથા નગરના આગેવાન શ્રાવકાના આગ્રહથી ગ૭પતિ પણ ત્યાં પધાર્યા અને તેઓ તથા શ્રી સંઘના સમક્ષ શ્રીમને મોટા આડંબરથી અને મહોત્સવ પૂર્વક સંઘે ગપતિ પાસે ખરતરગચ્છની વાચક પદવી અપાવી હતી. શ્રીમને બે વિદ્વાન અને જૈન મતમાં નિપુણ શિષ્ય હતા. ૧ મનરૂપજી ૨ તર્કવાદી વિજયચંદ્ર તથા મનરૂપજીને ૧ વકતુજ ૨ રાયચંદજી નામે બે શિષ્ય હતા. આ પછીની પરંપરા જાણવામાં આવી શકી નથી.
સં. ૧૭૧૨ નું ચાતુમાસ શ્રીમદે અમદાવાદમાં જ કર્યું હતું ત્યાં વ્યાખ્યાનમાં શ્રીમદ્ જીવાજીવ, પદ્ધવ્યાદિ નિક્ષેપા, સમય, આદિ યુકત સ્યાદ્વાદશૈલીવાળે ઉપદેશ વરસાવતા હતા.
શ્રીમદે હરિભદ્રસૂરીશ્વર તથા વાચક શ્રીમદ્દ યશોવિજયજી ના રચેલા ઉત્તમોત્તમ દ્રવ્યાનુયોગના તથા ઈતર વાંચ્યા હતા. તદુપરાંત ગેમદૃસારાદિ ગ્રંથે પણ વાંચ્યા હતા. અહિં શ્રીમદે કેટલાક નવીન અધ્યાત્મજ્ઞાનના ગ્રંથ ટીકા સહિત રચ્યા તથા કેટલાક પર ટીકાઓ લખી ટબ ભય, દેશનાસાર, નયચકચાર જ્ઞાનસાર, અષ્ટક, કર્મગ્રંથઆદિની ટીકાઓ લખી અનેક ગ્રંથ તૈયાર કર્યો.
આ વખતે રાજનગરમાં ડેશીવાડાની પોળમાં ઉપાશ્રયે થોકબંધ છેાતાશ્રાવકે અતિઉત્સાહપૂર્વક શ્રીમદનું વ્યાખ્યાન શ્રવણ કશ્યા આવતા હતા. વ્યાખ્યાનમાં સિદ્ધાંતની વ્યાખ્યા અતિ
સપૂર્વક થતી હતી. તથા જ્ઞાનરસની ઝીએ વરસતી હતી. દ્રવ્યાનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com