________________
શ્રીમદે સુરત કર્યું જણાય છે. ૧૮૧૦ માં સુરતથી શેઠ કચરા કાકાએ ગુરૂઉપદેશથી પાલીતાણાને સંઘ કાઢયો છે. જેમાં શ્રીમદ્દ સાથે જ હતા. ધન્ય છે એ શા. કચરાશા કીકાશાને કે જેમણે ગુરૂ ઉપદેશથી અનેક વેળાએ યાત્રાર્થે સંઘ કાઢી લક્ષમીને સદુપયેાગ કરી લ્હાવા લઈ પુણ્ય ઉપાર્જન કર્યું. વળી શ્રીમદ્દ જેવા મહાન આત્મજ્ઞાની, સિદ્ધાંતના પારગામી, મહા પંડિત સાધુપુરૂષ સંઘમાં સાથે હોય, જ્ઞાનચર્ચા કરતાં કરતાં ધર્મઆરાધન પૂર્વક સંઘ સાથે તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરે તથા સાધમિક બંધુઓને યાત્રા કરાવે, આ લાભ કાંઈ જે તે ન ગણાય, જ્યારે રેલવે વિગેરે સગવડે નહતી તેવા પૂર્વના સમયમાં બહુજન પરિવાર સાથે સુરતથી સૌરાષ્ટ્ર એટલે દૂર સંઘ કાઢી વારંવાર જવામાં મુશ્કેલીઓ પરિશ્રમ તથા ખર્ચ કેટલું બધું થતું હશે, તેની કલ્પના તે આવા રે, તાર, પષ્ટની સગવડવાળા વખતમાં પણ નાનકડા સંઘ કાઢનારને જ સહેલાઈથી ન આવી શકે. આ પરથી શ્રીમના ઉપદેશની તીવ્રતા સચોટતા તથા શેઠકચરાશાની ગુરૂ તથા તીર્થભકિત જણાઈ આવે છે.
અહીં સંઘમાં સાથે શેઠ મેતીચંદ લાલચંદ જૈનમાર્ગમાં પ્રવીણ તથા દાન ભકિતમાં અગ્રગણ્ય શ્રાવિકા અવલબાઈ તેમજ અનેક બીજા વ્યવહારીઆ સાથે સાથે સંઘ પાલીતાણે આવ્યું હતું. અહિં શેઠે ગુરૂઉપદેશથી સાઠહજારદ્રવ્ય ખરચી શ્રીજિનબિંબની પ્રતિષ્ઠા કરાવી છે. આને ઉલેખ શ્રી કવિ પણ નીચે પ્રમાણે કરે છે –
સંવત દશ અષ્ટાદશં - કચરાશાહાઈ સંધ.શ્રી શત્રુંજય તીર્થને, સાથે પધાર્યા દેવચંદ.- લલના શાહ મેતીયા લાલચંદ,જાણઇ જૈન મારગમેં પ્રવીણ લલના
લલના૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com