________________
ભાવ હતું, અને તેમની પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો હતે. સાધુપણામાં પણ શ્રીમદ પાસે સૂત્ર સિદ્ધાંત તેમણે ધાર્યા હતાં. અને પુનઃ સિદ્ધાચળ જેવા પરમ સાત્વિક પૂર્ણ સ્થળે બન્નેનું મિલન કેવું આહાદ જનક બન્યું હશે તેને ખ્યાલતા કેકને જ આવી શકે.
આ યાત્રાના પ્રસંગે શ્રીમદે સંઘવીનું સિદ્ધાચળજીનું સ્તવન લખ્યું છે તેમાં નીચે પ્રમાણે ઉલેખ કર્યો છે તે ઉપરથી શેઠ કચરા કાકાને ભક્તિભાવ જણાઈ આવે છે.
સંવત અઢાર ચિડાતેર વરસે
સિતમૃગ સિતેરસીયે, ! શ્રી સુરતથી ભક્તિ હરખથી
સંધ સાહત ઉલસીયે ! કચરા કીકા જિનવર ભકિત
રૂપચંદ ગુણવંતજી એ ! શ્રી સંઘને પ્રભુછ ભેટાવ્યા,
જગપતિ પ્રથમ નિણંદજીએ ! જ્ઞાનાનદિત ત્રિભુવન વન્દિત
પરમેશ્વર ગુણભીના ! દેવચંદ્ર પામે અદ્ભુત.
પરમ મંગળ લયલીના ! શ્રી દે. ચં. કૃત શ્રી શત્રુંજય સંઘવી સ્તવન રચના વિ. સં. ૧૮૦૪ માગસર સુ. ૧૩
ત્યાંથી શ્રીમદ્દ ભાવનગર વિહાર કરી ગયા હતા. ભાવનગરમાં મહેતા ઠાકરસી નામે એક જૈન ને ટુંકને સજીડ પાસ હેવાથી તેને શ્રીમદે બુજવી સત્ય ધર્મની પૂર્ણ શ્રદ્ધા કરાવી ધર્મમાં શુભમાગ ગામી બનાખ્યું હતું. તેમજ ત્યાંના ઠાકારને સદુપદેશ દઈ બુજાવી જિનમતાલંબી બનાવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com