SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ આગમની આજ્ઞા દીધી. દેવચંદ્રજી મારા લાલ. જાણી યેાગ તથા ગુણગણના વૃંદજી મારા લાલ. જૈન રાસમાળા શ્રી ઉ. વિ. નિ. રાસ પ્ર. શ્રીમદ્દ દેવચન્દ્રજી પાસે પૂર્વે સંસારીપણામાં પણ ઉત્તમવિજયજી (પંજાશાએ) સિદ્ધાંતોને અભ્યાસ કર્યો હતે. તથા પુનઃપણ તેમણે શ્રીમની પાસેજ ગહન વિષયથી પૂર્ણ એવા સિદ્ધાંતે ધાર્યા છે. ઉત્તમવિજ્યજી જેવા સમર્થ પુરૂષને પણ સૂત્ર સિદ્ધાંતનું અધ્યયન કરાવનાર શ્રીમદ્ દેવચન્દ્રને ક્ષયપશમ તથા સિદ્ધાંતનું પારગામીપણું કેટલું પ્રખર હશે તેને તેને ખ્યાલ આવશેજ. ૧૮૦૩ ના ચોમાસા પછી શ્રીમદ્ સુરત ગયા, અને ત્યાંથી પાછા શેઠ કચરા કીકાશાના સંઘમાં પાલીતાણે આવ્યા હતા. શેઠ કચરાશા કીકાશ એ મૂળ પાટણના રહેવાસી જૈન શ્રેણી હતા. તથા સુરત બંદરે વ્યાપારાર્થે જઈ ત્યાંજ કાયમ નિવાસ કરી રહ્યા હતા, તેઓ ઘણાજ શ્રીમંત, જૈનશાસનના રસિયા, શ્રદ્ધાવંત, તથા યાત્રાદિમાં દ્રવ્યવ્યય કરવામાં બહુજ હોંશીલા હતા. તેમણે પૂર્વે શ્રીમદ્ દેવચન્દ્રજી પાસે શ્રી સમેત શિખરજી યાત્રા માટે જતાં કઈ જ્ઞાની ગ્ય પુરૂષ સાથે લઈ જવા માંગેલ હતા, અને શ્રીમદે પૂંજાશા (પાછળથી શ્રી ઉત્તમવિજયજી) ને આપેલા હતા. આ પરથી તેમને જ્ઞાન ચર્ચા પરને પ્રબળ પ્રેમ વ્યકત થાય છે. તેમણે શત્રુંજયના સંઘ, ઘણી વખત કાઢયા હતા. આ વખતે તેઓ શ્રીમદ્ દેવચન્દ્રજીને સાથે લઈ શ્રી સિદ્ધગિરિ યાત્રા નિમિત્તે શ્રી સંઘ લઈ આવ્યા છે. આજ પ્રસંગે ભાવનગરથી પાલીતાણુ આવેલા સંઘમાં શ્રી ઉત્તમવિજયજી પણ આવ્યા છે, અને શ્રીમદ્દ દેવચન્દ્રજી તથા શ્રી ઉત્તમવિજયજી બન્ને અરસપર્ટ્સ મળી ઘણાજ આનન્દિત બન્યા છે. સંસારી પણામાંથીજ શ્રીમદ્ દેવચન્દ્રજી૫ર શ્રી ઉત્તમવિજયજીને પૂજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy