________________
નય આદિ વડે યુકત એ સુરસાળ સધ સંભળાવ્યે જે સાંભળી તેઓ ઘણાજ પ્રસન્ન થયા. શ્રીમદુના ઉપદેશથી રત્ન ભંડારી હવે મોક્ષ મદિરની નિસરી સમાન શ્રી જિનવરની પૂજા ભકિત કરવા લાગ્યા. ગુરૂ વચને જીનશાસન ઉજવળ કર્યું. ભંડારીજી મુસલમાન બાદશાહ તરફના ગુજરાતના સુબા હતા. તેમને શ્રીમદે નમાવ્યા. પ્રતિબોધ્યા તથા ધર્મ માર્ગમાં ઉદ્યમવંત કર્યા.
રત્નસિંહજીએ જિન ચેમાં વિવિધ પ્રકારી પૂજાએ ભણવવા રચાવવા માંડી તથા ઘણું બિંબની પ્રતિષ્ઠાઓ થવા લાગી. તથા ભંડારીજી લાખેણો લ્હાવો લેવા લાગ્યા તથા વિચારવા લાગ્યા કે આ ગુરૂ સમાન અન્ય કોઈ ગુરૂ નથી.
Eામ રકી) એવામાં વિધિની વક્રદ્રષ્ટિના ગે રાજનગરમાં
મરકીને દુષ્ટ ઉપદ્રવ ફાટી નીકળ્યો અને બહોળો જન
સમુદાય કાળને વશ થવા લાગે આથી સર્વે વ્યવહા==ી રીઓને સાથે લઈ શ્રી રત્નસિંહજી ભંડારી ગુરૂમહારાજ પાસે પધાર્યા તથા શિર નમાવી મરકીના ઉપદ્રવ સંબંધી તમામ હકીકત સંભળાવી બોલ્યા જે રાજનગરમાં આ ઉપદ્રવ ઘણે ઉત્પાત મચાવી મુકે છે વળી એની શાંતિ માટે આપ સરખા સમર્થ ગુરૂ અમારા માથે બેઠા છતાં બીજા કેને શરણે અમારે જવું તમે સર્વ દુઃખને હરવા શકિતમાન છે ગરૂશ્રીએ પણ જૈન માર્ગના મંત્રાદિથી મંત્રેલા લેહ ખીલા ઠક્યા અને તેથી રાજનગરમાંથી મૃગી (મરકી) ઉપદ્રવ દૂર ભાગ્યો અને તેથી લોકોના પ્રાણહારક ભય ટળ્યા, આથી સર્વત્ર શ્રીમદ્ દેવચંદ્રજીની ભારે પ્રશંસા થવા લાગી. આ તકે દુખમારે પંચમ આરે જિન શાસનના ઉદ્ધાર કરનાર તથા આવા મહા ઉપદ્રવને દૂર કરનાર સર્વનાં દુઃખ ટાળનાર એક શ્રી દેવચંદ્રજી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com