________________
૩૩
ક્રિયાઓ કરતા થકા ૧૭૮૮ ના અશાડ સુદિ ૨ ના રોજ શુભ ધ્યાનમાં મગ્ન એવા શ્રી દીપચંદજીએ સ્વાંગમન કર્યું.
આજ સમયે રાજનગરના શ્રી તપાગચ્છના વિવેકી વિચક્ષણ શ્રી વિવેકવિજય મુનિરાજ શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ પાસે વિનય તથા ઉદ્યમ પૂર્વક અભ્યાસ કરતા હતા. જો કે શ્રીમદ્ દેવચંદ્રજી શ્રી વિવેકવિજયજીના દીક્ષા ગુરૂ નહતા છતાં પણ જ્ઞાન દાન દેનાર ગુરૂ મહારાજ શ્રીમદ્દ દેવચંદ્રજી ઉપર શ્રી વિવેકવિજયજી ગુરૂ જેટલાજ ભક્તિભાવ રાખતા. તથા તેમની ખીજમતમાં (તહેનાતમાં-સેવામાં ) ભક્તિભાવ પૂર્વક હમેશાં રહેતા. આ ઉત્કૃષ્ટ ભક્તિભાવ દેખી શ્રીમદ દેવચંદ્રજીને પ્રેમ પણ શ્રી વિવેકવિજયજી ઉપર ઘણે થયે.
આ સમયે રાજનગરમાં રત્ન ભંડારીનાં અગ્રેસર કારભારીજી સુપ્રસિદ્ધ શાહ આણંદરામ રહેતા હતા. જેઓ જ્ઞાની તથા સિદ્ધાંતની ચર્ચા કરી શકે તેવા વિદ્વાન હતા તેથી શ્રીમદ્ તથા આણંદરામને હમેશાં ધર્માચર્ચા થયા કરતી. આ ચર્ચાઓમાં શ્રીમદ્દ, આણંદરામને જીતતા, આમ આણંદરામની શ્રીમદ્દ ઉપર ગુરૂ ભકિત વધી. અને હમેશાં આવી ઉત્તમ ચર્ચામાં સમય જવા લાગ્યા. ચર્ચા કરનાર બન્ને પક્ષવાળા પણ સુયોગ્યજ્ઞાની હોય ત્યારે ચર્ચામાં એર અને આનંદ-રસ આવે છે.
શાહ આણંદરામને ગુરૂ પર ઘણે પ્રીતિ ભાવ વધતાં તેમણે શ્રી રત્ન ભંડારીજીને શ્રીમના આત્મગુણેની હકીકત કહી સંભળાવી, કે જૈન ધર્મમાં વૃષભ સમાન જ્ઞાનીઓના શિરેમણિ એવા સદ્દગુરૂ રાજ શ્રીમદ્દ દેવચંદ્રજી, મરૂ સ્થળ (મારવાડ) થી અને સદ્ભાગ્યે પધાર્યા છે. જેઓ સકલ વિદ્યા વિશારદ, ભેદજ્ઞાનથી વિભૂષિત, મહા અધ્યાત્મજ્ઞાની, પ્રખર ત્યાગી છે, જ્ઞાનના ભંડાર તથા આગમ સિદ્ધાંતના પારગામી છે. આમ પ્રશંસા સાંભળી શ્રી રત્નસિંહ ભંડારી ગુરૂ મહારાજને વંદન કરવા ઉપાશ્રયમાં આવ્યા. ગુરૂ મહારાજે પણ તેમને નય ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com