________________
ચોમાસુ કર્યું. અહીં રહેલા શ્રી ઉત્તમ વિજયજીએ સિદ્ધાંતના વધુ અભ્યાસ માટે શ્રીમદ્દ દેવચંદ્રજીને આમંત્રણ કરી લાવ્યા હતા. તેઓ ખરતર ગ૭ના હતા છતાં તેમજ ઉત્તમ વિજયજી તપગચછના હોવા છતાં પણ પોતાના ભૂતકાળના પ્રિયશિષ્ય પરની ઉપકાર બુદ્ધિથી પ્રેરાઈ ભાવનગર ગયા –
ભાવનગર આદેશ રહ્યા ભવિ હિત કરે મારા લાલ, તેડાવ્યા દેવચંદ્રજીને, હવે આદરે મારા લાલ. વાંચે શ્રી દેવચંદ્રજી પાસે, ભગવતી મારા લાલ, પન્નવણા અનુગ દ્વાર, વળી શુભ મતિ મારા લાલ. સર્વ આગમની આજ્ઞા દીધી, દેવચંદ્રજી મારા લાલ, જાણું ચોગ્ય તથા ગુણગણુના વૃંદજી મારા લાલ.
જે. રા. મા. શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસ. પૃ. ૧૬૩ વિ. સં. ૧૭૭૫ સુધી શ્રીમદ્દ દેવચંદ્રજી પાટણમાં હતા. તત્પશ્ચાત્ તેઓશ્રી મોટા કોટનગર પાસેના મરેટ ગામમાં ચાતુર્માસ રહ્યા હતા. તે પછી ૧૭૭૮ માં ગુજરાત અમદાવાદ આવ્યા હતા. ત્યાં ૧૭૭૮–૧૭૭૯ ૧૭૮૦ ના ચાતુર્માસ થયા હોય એમ સંભવે છે. તે પછી શ્રીમદ વિહાર કરી ખંભાત વડેદરા પાદરા ભરૂચ થઈ સૂરત વિહાર કર્યો. ત્યાંથી વિચરતા વિચરતા પુનઃ ૧૭૮૭ માં અમદાવાદ પધાર્યા હતા. અમદાવાદના શ્રદ્ધાવંત શ્રાવકોએ બહુ ભક્તિભાવ પૂર્વક આ મહા સમર્થ સિદ્ધાંત પારંગત જ્ઞાની પુરૂષને નાગરિસરાહમાં પધરાવ્યા –
સંવત્ સત્તર સત્યાસીએ, આવ્યા અમદાવાદ, લેક સહુ તિહાં વાંદવા, આવ્યા મન આહલાદ. નાગરિસરાહ જિહાંઅ છે, તિહાં ડવીયા મુનિરાજ, નિર્લોભી નિષ્કપટતા, સકલ સાધુ શિરતાજ. સાધુ શ્રી દેવચંદજી, સ્યાદવાદની યુતિ, જીવ-દ્રવ્યના ભાવને, દેખાડે તે વ્યક્તિ.
દેવવિલાસ. પૃ. ૨૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com