________________
, પ્રસ્તાવના
કરેલ પ્રતિજ્ઞાને નિષ્ફળ બનાવી શ્રી જિનેશ્વસ્કથિત ધર્મ સ્વીકારવાનો વિચાર કરી સ્વમદિરે આવે છે. એક દિવસ પોતાની માતા અને રાજાને સમુદ્રપ્રયાણ કરતાં પિતાના પિતા પાસે જઈ તેમને મળીને હું પાછો આવીશ તેમ જણાવી રાજસભામાંથી ઘેર આવતાં રસ્તામાં એક એમીને મળે છે. તેને નમસ્કાર કરતાં તે યોગી તેના પર પ્રસન્ન થઈ દેવકુમારના માગ્યા પ્રમાણે એક તેના પુત્ર સિવાય. તે પિતાની જાત હિરોઇને બતાવવાનું છે તે જ તેને મૂળ રૂપે જોઈ શકે એ મંત્ર યોગી આપે છે, બે ત્રણું દિવસ બીજે ગામ જઈ પિતાને સ્વસ્થાને આવે છે. પછી પલંગને એક પાય લઈ વેસ્તાની પ્રતિજ્ઞાને ભંગ કરવા પૂર્વે પ્રાપ્ત થયેલ ગુટિકાનાં પ્રભાવથી બીજું રૂપ કરી સાયંકાલે પદ્મશ્રી વેશ્યાને આવાસે આવે છે. કામક્રીડામાં કુશલ એવે તે એક પાયો તે વેશ્યાને આપે છે. પ્રાતઃકાલ થતાં અદશ્ય થઈ ચાલો જાય છે. તેને એક સિદ્ધપુરૂષ માની તેને પકડવાનો વિચાર તે વેશ્યા કરે છે. બીજે દિવસે રાજસભામાં તે
છે, પાયે રાજાને બતાવે છે. રાજા ખુશી થાય છે પરંતુ સ્ને પકડી લાવે અને ત્રણ પાયા લાવે તે પ્રતિજ્ઞા પૂર્ણ થઈ કહેવાય એમ દેવકુમાર રાજાને જણાવતાં વસ્યા ગુસ્સે થાય છે.' '.'' '
- હવે દેવકુમાર વેશ્યાને ત્યાં નિરંતર આવે છે પરંતુ સંતાન-ઉત્પત્તિ ન થાય તે માટે ઋતુધર્મના દિવસોમાં સ્થાને ત્યાગ કરે છે. છતાં કેટલાક દિવસ બાદ તે સંબંધમાં ભૂલ ખાઈ જતાં પદ્મશ્રી સગર્ભા થતાં દેવકુમારને પિતાનાથી, વેશ્યાને ગર્ભ રહ્યો છે તેમ જાણ થતાં ગુટિકાના પ્રભાવથી. નિર્ભય રહે છે. વેસ્થા પણ વિચારે છે કે-દેવકુમારને જરૂર પડશે તે દિવસ રાજા પાસે અભય અપાવીશ.” ” - કેટલાક દિવસો બાદ વેશ્યાને પુત્ર જન્મે છે, અને દેવકુમાર તેને અન્ય સ્થાને રાખવા જણાવતાં છતાં વેશ્યા કુમારના દર્શન કરવા પુત્રને દેવકુમારને બતાવે છે તે જોઈ હર્ષ પામે છે, અને “ સર્ષોથી વિંટાયેલ ચંદનવૃક્ષ, દુષ્ટથી રખાયેલ નિધાન, રંક મનુષ્યના હાથમાં રખાયેલ મહામૂલ્યવાન રત્ન, હલકા કુળમાં બંધાયેલ બેરાવત હસ્તિસમાન આ બાળકે આ ઘરમાં જjય છે એમ વિચારી ખેદ ધરે છે. પછી રાજસભામાં વસ્યા આવી તે પુરૂવ ક્રીડારસિક છે, મારી પાદુકા ઉપાડી ગયેલ હોવા છતાં દ્રલોભની ખાતર નહિં પરંતુ તે ચેર પકડાય તે પણ હણવા યોગ્ય નથી તેમ કહી પદ્મશ્રી રાજા પાસેથી દેવકુમાર માટે અભયવચન માગે છે. ' * - -
પાંચ વર્ષને કુંવર થયા પછી પોતાના પિતા કેમ જણાતા નથી તેમ પૂછતાં એક વખત બતાવવાનું કહેતાં દેવકુમારની ન છતાં (ગુપ્ત રીતે પરીક્ષા કરવા) ગોખમાંથી ગુપ્ત રીતે દેવકુમારને બતાવતાં અને તેને વર્ણ કેવો છે ? તે પૂછતાં બાળક સુવણું જે કહેતાં, પોતે શ્યામ રંગને જુવે છે તે જાણી આ પુત્ર ઉપર તેની શક્તિ ચાલતી નથી અને તે આજ નગરને છે એમ ઓળખાઈ. જવાના ભયથી પિતાની જાતને પ્રગટ કરી શકતા નથી એમ હૃદયમાં ખાત્રી કરી રાજા પાસે આવી, એક દેવમંદિરમાં આ નગરની એકે એક વ્યક્તિ પૂર્વ ધારે દાખલ થઈ પશ્ચિમ ધારે નિકળી જાય અને પિતાના તે બાળકને દેખાવો અને તે જેને મૂળ સ્વરૂપે દેખે તે ચેર જાણુ. તેમ યુક્તિ રાજાને બતાવવાથી રાજાની આજ્ઞા થતાં દેવકુમાર સંતાપ પામતે “ભાવિભાવ બળવાન છે. બનવાનું હોય તે બને છે. વળી બારવર્ષ પર્યત સૌભાગ્યમંજરીને પુત્ર ન થશે અને આ વેશ્યાને થોડા દિવસમાં પુત્ર પ્રાપ્ત થયો. ખરેખર પાપ છૂપું રહી શકતું નથી. હવે કોઈ ઉપાય નથી. દેવ વિપરીત બને છે ત્યારે બુદ્ધિશાળી મનુષ્યની બુદ્ધિ પણ નાશ પામી જાય છે ” એમ વિચારી દેવકુમાર હિંમતપૂર્વક મંદિરમાં પ્રવેશ કરતાં તે બાળક તેને પોતાના પિતા તરીકે ઓળખાવે છે. રાજા સર્વ હકીક્ત જાણે છે. રાજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com