SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવની આખરે સત્ય છુપું રહેતું જ નથી. સત્યને છેવટે જય થાય છે.” એ સનાતન-સત્ય વીતરાગપ્રણિતશાસ્ત્રકથિત વચન છે.” અહીં હાર માટે રાજાને જણાવે છે. રાજાની દાનત ખોટી થાય છે પરશુરામ પણ રાજની દાનત સમજી જઈ, “હું લાકડાના પિંજરામાંથી વજના પાંજરામાં આવી પડ્યો છું ” અને આ રાજા પિતાને આફતકારક બનશે એમ જયદેવને જણાવે છે. દરમ્યાન એ ગામના રહેનાર ગુણધવલ નામના મંત્રીને સવાંગસુંદરી નામની સ્ત્રી છે. એક દિવસ પરિવાર સાથે નદીમાં સ્નાન કરવા જાય છે. સ્નાન કરી વસ્ત્ર વગેરે પહેરી તૈયાર થાય છે ત્યાં એક યક્ષ તેના ઉપર મુગ્ધ બને છે અને વિચારે છે કે–તેને જે હું બળાત્કારે ઉપાડી જાઉં તે તેને રવમીના વિરહે તે મારી ઈચ્છ: પૂર્ણ કરશે નહિ એમ વિચારે છે દરમિયાન સર્વાંગસુંદરી પિતાને આવાસે આવે છે. એક દિવસ સંધ્યા સમયે ગુણધવલ મંત્રી રાજમંદિરે જાય છે અને ઉચિત સમયે ઘેર નહિં આવવાથી તે યક્ષ ગુણધવલ મંત્રીનું રૂપ ધારણ કરી તેના આવાસમાં દાખલ થઈ “ કોઈ ૫ણુને તમારે દરવાજામાં દાખલ થવા દે નહિં અને બળાત્કાર કરે તે તરત જ તેને હણી નાંખો ” એમ દ્વારપાળને કહીં મૂલ્યવાન વસ્ત્રાલંકાર ધારણ કરી પલંગમાં બેઠેલ સર્વાંગસુંદરીને જોઈ યક્ષ તેને હાવભાવ દર્શાવવા લાગ્યો. આથી કઈ દિવસ નહિ ને આજે મારા સ્વામી આ રીતે કેમ વતીં રહ્યા છે? આ વ્યક્તિને જોઈ મારે બંને નેત્ર કેમ બળી રહ્યાં છે ? વળી કારણવગર મારા હૃદયમાં સંતાપ કેમ થઈ રહ્યો છે ? (“ સતી સ્ત્રીઓને શંકા ઉદ્દભવે ત્યારે તેમ થાય તે શિયલને પ્રભાવ છે. ”) આ પ્રમાણે વિચારતી શંકાશીલ થઈ તે યક્ષને કંઇ પણ જવાબ આપતી નથી. દરમ્યાન ગુણધવલ મંત્રી આવાસે આવી દ્વારપાળને બારણું ઉઘાડવાનું કહેતાં કારપાળ “અમારા સ્વામી તે આવી ગયા છે અને તારું કશળ ઈછતે હે તે અહિંથી ચાલ્યા જા” એમ કહે છે. આ વૃત્તાંત દાસી દ્વારા સર્વાંગસુંદરી જાણું ગુણધવલ થયેલા તે યક્ષને તે મારું સતીપણું જાણ્યું નથી તેમ કહે છે. હવે ગુણધવલ બીજાના પરમાં રાત્રિવાસે રહી સવારે રાજા પાસે આવે છે. યક્ષ પણ બંદોબસ્ત કરી મંત્રીનું રૂપ ધારણ કરી તે પણ રાજસંભામાં આવે છે. - હવે રાજાએ કેણ સાચે તેની પરીક્ષા કરવા ગુપ્ત પ્રશ્નો પૂછતાં યક્ષ દેવશક્તિથી સત્ય જવાબ આપે છે. પછી મંત્ર શહેરમાં પડહ વગડાવે છે કે-જે કાંઈ આને ઉકેલ લાવશે તેને કરડ દ્રવ્ય આપીશ. આ સાંભળી પરશુરામ રાજા પાસે આવે છે અને બંને ગુણધવલ. રૂબરૂ શરત સ્વીકારી રાજા પાસે એક કળશ મંગાવે છે અને બંનેને જણાવે છે કે-આ કળંશના મુખદ્વારા પ્રવેશીને તેને નાળદ્વારા જે બહાર નીકળશે તે સાચે ગુણધવલ છે જેથી “ પ્રથમ દેવી શક્તિથી યક્ષ તેમ કરે છે તેથી આવી શક્તિ મનુષ્યની હોતી નથી માટે આ ખોટો છે તેમ પરશુરામ રાજને જણાવતાં યક્ષ તરતજ ત્યાંથી પલાયન ધઈ જાય છે. મંત્રી પરશુરામને કેટી દ્રવ્ય આપતાં તે ધૂત રાજા ગુણધવલને અટકાવે છે. હંમેશા મિર્મ છે કે મહાપુરુષો પોતાના કાર્યમાં જ પીઠા પામે છે.” હારને લોભી રાજા, પરશુરામની સિસ સત્ત્વમાં કેટલીક પરીક્ષા કરે છે તેથી રાજાની બુદ્ધિ ઠેકાણે આવે છે અને રાજા પરશુરામને તેના હાર સાથે પિતાનાં દેહ ઉપર રહેલાં આભૂષણે હર્ષપૂર્વક આપે છે “ ગુણને આદર કોણ નથી કરતું ?? .પછી જયદેવ શ્રેણીની રજ લઈ પરશુરામ પિતાને નગરે આવી પિતાના પિતાને સર્વ વૃત્તાંત જણાવે હાર આપે છે જે તેના પિતા રાજાને સુપ્રત કરે છે. અહિં દેવકુમાર આ સાંભળી પારકું દ્રવ્ય નહિં હરણું કરવાનો નિશ્ચય કરે છે. અને વેશ્યાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy