SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના દેવકુમાર પાયાઓ સેપે છે, અભિમાનની ખાતર મેં આ દુક્કર કાર્ય કર્યું હતું. મને દ્રવ્ય-લાલચ ન હતી તેમ કહેતાં રાજા દેવકુમાર ઉપર પ્રસન્ન થઈ પિતાને મુખ્ય મંત્રી બનાવે છે અને દેવકુમાર પઘણી સાથે લગ્ન કરી પિતાની સ્ત્રી તરીકે ગણી પોતે, ભાગ્યમંજરી સર્વગુણાકરસૂરિ પાસે જઈને જન ધર્મ સ્વીકારે છે. ઉપરોકત ચરિત્ર હંસીને સંભળાવી આવી પુત્રપ્રાપ્તિ માટે કાણુ મનોરથ કરે? કર્મની કેવી અદભૂત ઘટના છે વગેરે કહી હંસ વિરામ પામે છે. સર્ગ ચોથો ( પા, ૯૨ થી પા. ૧૧૦ સુધી) ઉપરોકત દાંતે સાંભળી દુનિયામાં બધા પુત્રે આવા હોતા નથી પરંતુ શાસ્ત્રમાં ચાર પ્રકારના પુત્રે કહેલાં છે. (૧) જે પુત્ર ગુવડે પિતા કરતાં આધક હોય તે અતિજાત, (૨) પિતાના સમાન ગુણવાળો હોય તે સુજાત, (૩) પિતાના કરતાં ગુણમાં ન્યૂન હેાય તે હીન જાત, અને (૪) પિતાના કુળને બળે તે કુલાંગર કહેવાય છે, માટે પુત્રપ્રાપ્તિ માટે અનેક ઉપાયે કરવા જોઇએ. વળી ગમે તેમ હોય તે પણ પિતા મૃત્યુ પામે પણ સંતાન નાશ ન પામે તેમ વિચારવું પણ જોઈએ કે જેવી રીતે અપરાજિત કુમારે પિતાના માતાપિતાને સુખ આપ્યું તેવી રીતે એકાંત સુખ તે કોઈક પુત્ર " આપી શકે એમ હંસીએ કહેવાં તે કથા જાણવાની હંસની ઈચ્છા થતાં હવે હંસી તે કથા કહે છે. જયંતી નામની નગરીમાં જયશેખર નામના રાજાને ગુણસુંદરી નામની રાણી છે. તેણીને સ્વપ્નમાં આમ્રવૃક્ષને જોઈ જાણી રાજાને જણાવતાં “તને ગુણવાન પુત્ર થશે ' તેમ સાંભળી શુકનની ગાંઠ બાંધી, દેવ ગુરુનું સ્મરણ કરતી જાગૃત રહે છે. “ સારું સ્વપ્ન આવે ત્યારે અને તેનું ફળ જાણી શુકન તરીકે ગાંઠ બાંધવી અને સવાર સુધી જાગૃત રહી દેવગુરુનું સ્મરણ કરવામાં આવે તે જરૂર તે સવપ્ન ફળ આપ્યા સિવાય રહેતું નથી. સવારના રાજા સ્વપ્ન પાઠકને બોલાવી તેના વડે “ ન્યાયી, શૂરવીર, મહાધર્મનિક, પરોપકારપરાયણ (સર્વગુણસંપન્ન) પુત્ર થશે ” તેમ જાણી રાજા હર્ષ પામે છે. યોગ્ય સમયે ગુણસુંદરી પુત્રને જન્મ આપે છે જેનું કુમાર અપરાજિત એવું નામ આપે છે. કુમાર કલાચાર્ય પાસેથી સર્વ કલાઓ શિખી લે છે. તેની યોગ્ય વય થતાં રાજા તેને પ્રધાન પુને રાજકન્યા જેવા દેશદેશ મોકલે છે. કઈ દિવસ ધૂળને સમૂહ ઊડતે જોઈ કોઈ શત્રુ રાજા સૈન્ય લઈ આવે છે તેમ જાણી જયશેખર રાજા સિન્યને તૈયાર કરે છે. કુમાર અપરાજિત • એક્રીડા કરવા જતાં અશોક વૃક્ષ નીચે બેઠેલ છે ત્યાં રાજપુરુષ આવી કુમાર અપરીજિતને જણાવતા તેના પિતાની ઈચ્છા નહિ છતાં તેમને નિવારી પતે સેન્ય સાથે જતાં તેનું જમણું નેત્ર ફરેકે છે દરમ્યાન સામા સૈન્યમાંથી જયશેખરે અપરાજિત કુમાર માટે કન્યા શોધવા મેકલેલ વિજય નેમને પ્રધાન આવી જણાવે છે કે-આપના પિતાએ મને રાજકન્યા શોધવા મોકલવાથી હું કુસુમાકર નગરમાં કુસુમાવતં સ રાજા, તેની કુસુમશ્રી નામની રાણીની જયશ્રી નામની પુત્રીનું અદ્દભૂત રૂપ જોઈ આપને વ્ય જાણી તેણીના પિતા પાસે આ૫નું ચિત્રપટ આપી માંગણી કરવાથી તે કિંવરીને બતાવતાં આપનું સુંદર સ્વરૂપ જોઈ તેની ખાત્રી કરવાની તેણીએ તેના પિતા પાસે માંગણી કરતાં તેના પિતાના પ્રધાન પુરુ સહિત મારી સાથે કુંવરીને મોકલવાથી હું જરીને લઈને આવ્યો છું. (પૂર્વ કાળમાં પુત્રીઓને સારું શિક્ષણ (-સઠ કળા સહિતનું-) આપવામાં આવતું હતું જેથી જેમની સાથે સંસાર માંડે છે, સુખશાંતિપૂર્વક વ્યવહાર ચલાવી સંસ્કારી જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy