________________
*
પરમ માનું દીક્ષા-અવસરે વાર્ષિક દાન
[ ૧૭૫ ]
આવ્યા. તે લેાકાંકિત દેવા નીચે પ્રમાણે નવ જાતિના હતા. ૧ સારસ્વત, ર્ આદિત્ય, ૩ વનિ, ૪ વરુણ, ૫ ગ તાય, દૃ તુષિત, ૭, અવ્યાબાધ, ૮ વાયુ અને ૯ અરિષ્ટક. તે સવે એ પરમાત્માના ચરણકમળની પૂજા કરીને વિજ્ઞપ્તિ કરી અને અ ંજલિ જોડીને નીચે પ્રમાણે સ્તુતિ કરી કે- હે નાથ ! વસ્ત્રને છેડે વળગેલા તૃણુની માફક રાજ્યનેા શીઘ્ર ત્યાગ કરતાં આપ જગતને વિષે કઈ વ્યક્તિને સ્તુતિપાત્ર નથી ? દેવેદ્રોથી નમસ્કાર કરાયેલ ચરણકમળવાળા હે શ્રી શ્રેયાંસનાથ ! મેહરૂપી મહાસુભટને જીતવામાં અતુલ પરાક્રમી એવા આપ જય પામેા. હે જગતના સ્વામી ! જો આપ જગતના જીવાને તારવાને માટે ધરૂપી તી પ્રવર્તાવવા માટે સજ્જ થયા છે તે પણ અમારા આ અધિકાર છે,એમ જાણીને અમે આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે-સમસ્ત પ્રાણીએના કલ્યાણને માટે આપ ધમ તીથ પ્રવર્તાવા.’ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરીને લેાકાંતિક દેવાના ચાલ્યા જવા ખા, કામદેવરૂપી હસ્તીને હવામાં સિંહઁસમાન શ્રી પ૨માત્માએ સાંવત્સરિક દાન દેવું શરૂ કર્યુ. પરમાત્માએ વાર્ષિક દાન દેવું શરૂ કર્યું... ત્યારે ઇંદ્ર મહારાજાનું આસન કપ્યું. જ્ઞાનદ્વારા કંપનું કારણુ જાણીને, સિંહાસન પરથી ઊઠીને પરમાત્માની દિશા સમક્ષ સાત-આઠ પગલાં ચાલીને, પરમાત્માને પ્રણામ કરીને ઇંદ્રે કુબેરને આદેશ આપ્યા કે-“તમે શ્રી શ્રેયાંસનાથ ભગવંતના મહેલ દ્રવ્યથી પરિપૂર્ણ કરેા.” કુબેરે ઈંદ્રની તે આજ્ઞા સ્વીકારીને, જેમ રાજાના આદેશથી મંત્રીએ સેવક પુરુષને હુકમ કરે તેમ કુબેરે પેાતાના તિય ગૂજા ભક નામના સેવક દેવાને આજ્ઞા કરી.
પેાતાના સ્વામી કુબેરની તે દેવાએ સ્વામી શ્રી શ્રેયાંસનાથના મહેલમાં પુષ્કરાવત મૈધની માફક દી` સમય સુધી સુવર્ણ વૃષ્ટિ કરી. પછી દ્વિપથ, ત્રિપથ, ચવર અને ચૌટામાં મેકલેલા સેવકે દ્વારા ઘેષણા કરાવીને પરમાત્માએ દીન, દરિદ્ર, રાગી, વસ્રરહિત, વક્રગવાળા, વિપત્તિમાં આવી પડેલા, અંધ તેમજ લંગડા પ્રાણીઓને સુવણુ દાન આપ્યું. પ્રભાતકાળથી પ્રારંભીને સંધ્યા સમય સુધીમાં પરમાત્મા પ્રતિદિન એક કરોડ અને આઠ લાખ સેાનામહેારનું દાન કરતાં હતા. સુવણૅદાનથી હુ પામેલા લેાકેાએ લિંગ તેમજ મગધ વિગેરે સમસ્ત દેશેામાં પરમાત્માના સાંવત્સરિક દાનની પ્રસિદ્ધિ કરી ત્યારે લેાકેા કહેવા લાગ્યા કે-“ પરમાત્માનું દર્શન અને લેાકને પવિત્ર કરનાર, દારિદ્રયને નાશ કરનાર તેમજ પુણ્ય સમૂહને વધારનાર છે. પરમાત્માની અસાધારણ દાનશીલતાની સાથેાસાથ દાનમાં દેવાતા છતાં નિધાના અત્યંત વૃદ્ધિ પામવા લાગ્યાં. પરમાત્મા તથાપ્રકારનું અસાધારણ મહાદાન આપવા લાગ્યા કે જેથી અમને આપે, અમને આપે! ” એમ ખેાલનારા યાચકજના પણ ઊલટા દાન દેવાની શક્તિવાળા બની ગયા.
"C
દીનજનાને દાન આપતાં શ્રી જિનેશ્વર ભગવતે લેાકેાને વિષે એવું પ્રસિદ્ધ કર્યુ” (જણાવ્યુ') કે-મેાક્ષમહેલમાં ચઢવા માટે આવુ' “ દાન ” પ્રથમ પગથિયા સમાન છે. ખાદ મેહના ત્યાગ કરીને સંયમરૂપી રથ પર આરેાહણ કરાય છે. મેક્ષમાં પહેાંચવાને માટે આ માગ નું શ્રી જિનેશ્વર ભગવંતની માફક અનુસરણ કરવુ જોઇએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com