SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૭૬ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૮ મો. પરમાત્મા વાર્ષિકદાન આપી રહ્યા હતા ત્યારે સોમચંદ્ર રાજવીએ પોતાના દેશમાં દાનશાલાઓ શરૂ કરવા માટે પિતાના સેવક પુરુષોને આજ્ઞા કરી, જે કઈ પાખંડી, ગૃહસ્થ અથવા અન્ય કેઈપણ ભૂખ્યો, તરસ્ય આવે તેને યોગ્ય સ્થાન તેમજ આશ્વાસન આપી સુંદર ચાર પ્રકારને આહાર આપો. એટલું જ નહિં પણ ઉત્તમ જાતિના રસ્તાઓ, વિમાન સરખા રથ, સૂર્યના અો સરખા ઘોડાઓ, ઉત્તમ રેશમી વસ્ત્ર, રનના અલંકારે, ગામ, આકર અને નગર વિગેરે યાચક લોકોને બતા અને જે જે કંઈ પણ માગે તે તેને શંકા રહિતપણે આપ.” ઉપર પ્રમાણેને સેમચંદ્ર ભૂપતિને આદેશ સ્વીકારોને તેઓએ તે પ્રમાણે જલદી વર્તવાનું શરૂ કર્યું. આ પ્રમાણે આશ્ચર્યકારક સાંવત્સરિક દાન પૂર્ણ થયું ત્યારે પરમાત્માએ ત્રણ અબજ, એ શી કરોડ અને એંશી લાખ સુવર્ણ મહારનું દાન કર્યું. બાદ નિધિ સમાન વ્રતગ્રહણ કરવાની ઈચ્છાવાળા પરમાત્માએ વિધિપૂર્વક બલિવિધાન કરીને બે ઉપવાસ(છઠ્ઠ)ને તપ કર્યો. પછી આસન કંપથી પરમાત્માનો દીક્ષા સમય જાણીને, જાણે સંકેત કરેલ હોય તેમ બધા ઇદ્રમહારાજાઓ આવી પહોંચ્યા. તે ઇદ્રોએ તેમજ એકત્ર થયેલ સોમચંદ્ર વિગેરે હજાર રાજવીઓએ પરમાત્માને નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે-“હે સ્વામિન્ ! અમે આપને દીક્ષાભિષેક કરીએ.” બાદ દેશની માફક પરમાત્માના આદેશને પ્રાપ્ત કરીને તેઓ હર્ષ પામ્યા. પછી અમ્યુરેંદ્ર દેવ દ્વારા તીર્થજલ મંગાવીને એક હજાર અને આઠ સુવર્ણકળશદ્વારા પરમાત્માનો અભિષેક કર્યા બાદ સૂર્ય, ચંદ્ર વિગેરે ઇંદ્ર મહારાજાએ પણ સ્નાનાભિષેક કર્યો. પછી સેમચંદ્ર ભૂપતિએ બીજા રાજાવીઓની સાથે મહાઋદ્ધિપૂર્વક પરમાત્માનો અભિષેક કર્યો. પછી ગંધકાષાયી વઅવડે લું છાએલ અંગવાળા, બાવના ચંદનથી લેપાયેલા, બે દિવ્ય સ્ત્રો પરિધાન કરેલા, મુગટ, કુંડલ, કંદોરો અને હારથી ભૂષિત, કંઠમાં પારિજાતની પુ૫માળાવાળા એવા તમે ત્રણ જગત પર ઉપકાર કરનારા છે અને હે નાથ ! ત્રણે લેકના પ્રાણીવગના શત્રુરૂપ કામ વિગેરેને હણવાને માટે તમે તેયાર થયા છે. મિથ્યાત્વરૂપી ઘુવડોની દષ્ટિને બંધ કરનાર સૂર્યબિંબની માફક અજ્ઞાનરૂપી અંધકારને હણનાર આપનું શાસન ઉદય પામે. વળી આપની કીતિરૂપી લતા ત્રણે ભુવનમાં એવી રીતે પ્રસાર પામે કે જેથી તેને આશ્રય કરનાર પ્રાણીઓ અસાધારણ ફળને (ક્ષને) પ્રાપ્ત કરે. જગતના પ્રાણીઓને નેત્રરૂપી માલતીઓની કલીઓના સમૂહને વિકસ્વર કરનાર એવા આપ ધૂમાડા રહિત પ્રકાશિત દીપક સમાન છે. ” ઉપર પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરીને ઇદ્ર મહારાજાએ બત્રીશ પ્રકારનું મનહર નાટક સંગીતપૂર્વક કરાવ્યું. પછી તેમચંદ્ર રાજાએ પોતાના સેવકગને આદેશ આપે કે પરમાત્માને યોગ્ય મણિની પીઠિકાવાળી, રત્નના સિંહાસનવાળી, વનિ કરતી ઘુઘરીસમૂહથી છે ભતી, અને રૂપાના જેવી કાંતિવાળી વિમલ પ્રભા નામની શિબિકા તૈયાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy