SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૪ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૮ મે. તુલ્ય કિરણોદ્ધારા ઉદય પામે. પ્રાતઃકાળે પિતાના લોકોને આશ્વાસન આપવાને માટે તેમજ તેઓની સાથેનો અસહ્ય વિયોગ સહન નહીં કરી શકવાથી સૂય પહેલાંની માફક આવી પહોં-ઉદય પામ્યો. સમસ્ત ભાવને જાણનાર, ધીરજનોમાં અગ્રેસર, એવા પરમાત્માએ લોકોને દુઃખી જોઈને કહ્યું કે-“શોકનો ત્યાગ કરીને, તત્ત્વના ચિંતનપૂર્વક ધૈર્ય ધારણ કરો, કારણ કે યમરાજા, સિંહની માફક છાપૂર્વક આચરણ કરવાવાળે છે. વાયુથી હણાયેલા મેઘ સરખું આયુષ્ય છે, નેહ ઇદ્રજાળ સરખેમિથ્યા છે, સંગે સ્વપ્નની માફક જોતજોતામાં નાશ પામે છે, વિગે તે ખરેખર દુઃખદાયક છે. આ વિશ્વમાં કઈપણ સ્થળ પ્રેમ કરવા લાયક નથી તેમજ કંઈપણ વસ્તુ શેક કરવા લાયક નથી, માટે અરતિ-દુઃખને ત્યાગ કરો અને ફક્ત વિવેકનું જ અવલંબન . મેહનો ત્યાગ કરીને યમરાજાના દુર્દમપણાનું હંમેશા ચિંતવન કરે.” આ પ્રમાણે શ્રી શ્રેયાંસનાથ ભગવંતની શિખામણને સાંભળીને સમસ્ત જનસમૂહે શોકનો ત્યાગ કર્યો. પછી ઘા પર મીઠું નહીં મૂકવાને ઈચ્છતા જગતુપૂજ્ય પરમાત્માએ દીક્ષા લેવાની અત્યન્તઈછા હોવા છતાં પણ થોડો સમય વ્યતીત કર્યો. પછી કેટલાક સમય પસાર થયા બાદ સમસ્ત રાજવીઓને એકત્ર કરીને પરમાત્માએ પિતાના પુત્ર સોમચંદ્રને રાજા બનાવ્યા. સાથોસાથ તેઓને જણાવ્યું કે-“મને ચારિત્ર અંગીકાર કરવા માટે તમે સૌ સંમતિ આપે અને આ રીતે સ્નેહરહિત બનેલું મારું મન ધર્માચરણમાં વિશેષ સહાયભૂત બનશે. વિયોગથી ભીરુ બનેલા મનને મજબૂત બનાવે કારણ કે શુભ અથવા તે અશુભ કાર્યમાં સહાય કરનારને સરખું ફળ મળે છે.” દુઃખપૂર્વક સાંભળી શકાય તેવા પરમાત્માના ઉપરોક્ત કથનનું કર્ણોદ્વારા પાન કરીને, જાણે તે પચાવવા મુશ્કેલ હોય તેમ પ્રત્યક્ષ આંસુ વહાવવા દ્વારા તેઓએ વમી નાખ્યું અર્થાત તે સર્વ અસારવા લાગ્યા. તે સમયે પરમાત્માએ પુનઃ તે સર્વને અમૃત સરખી વાણીથી આશ્વાસન આપ્યું એટલે વ્યાધિગ્રસ્તની માફક તેઓ ગદગદુ વાણીથી કહેવા લાગ્યા કે “ હું સ્વામિન્ ! તમારા વિયોગમાં, અમે પરદેશી વ્યક્તિઓની જેમ નાથહીન બનશું. વળી નેત્રવિહીન વ્યક્તિની માફકયારેય (ગમ્યાગમ્ય) પદાર્થ જાણી શકશું નહીં. હે સ્વામિન ! આ પ્રમાણે અમારી સ્થિતિ હોવા છતાં, આપના સંયમ–માર્ગોમાં વિત કરીએ તો અમે શત્રુરૂપ ગણાઈએ. હે સ્વામિન ! આપનું કલ્યાણ થાઓ ! અને આપના મનોરથ સફળ થાઓ.” બાદ પરમાત્માને હજાર મિત્ર રાજવીઓએ જણાવ્યું કે-“ હે નાથ ! અમે પણ આપના માગે ચાલવા ઈચ્છીએ છીએ.” એટલે પરમાત્માએ તે સંબંધમાં અનુમતિ આપવાથી તેઓને હર્ષ અત્યંત વૃદ્ધિ પામ્યો. પરમાત્માની ત્રત લેવાની ઈરછા આસનપદ્વારા જાણીને લેાકાંકિત દેવે પ્રભુ પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy