SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫ર ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૭ મે. તેમજ પાંચે કલ્યાણકોમાં સ્તુતિ કરવાલાયક એવા હે પ્રભુ! તમને નમસ્કાર હો ! અરણ્યમાં વસવાને યોગ્ય હોવા છતાં તમારા લંછનરૂપ બનીને શિકારી પશુસમૂહને વિષે ગેડે શીંગડાને ધારણ કરી રહેલ છે. હંમેશાં તમારી સેવામાં તત્પર એવો આ ગેડે ધન્યવાદને પાત્ર છે, જ્યારે તે સ્વામિન ! તમારાથી દુર રહેનારા એવા અમારા દેવપણાને ધિક્કાર હો ! સધર્મવાસિત એવા આ તમારા જન્મમહોત્સવ પ્રસંગે અમને જે કંઈ પુણ્ય પ્રાપ્ત થયું. હોય તો તેના પ્રભાવથી ફરી વાર પણ અમને આપનું દર્શન થાઓ.’ આ પ્રમાણે સ્તુતિ કરીને સૌધર્મેદ્ર વિરમ્યા એટલે બીજા ત્રેસઠ ઇદ્રો નંદીશ્વર કીપે જઈને સૌધર્મેદ્રના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. સૌધમે ફરી પાંચ રૂપ ધારણ કરીને, પ્રભુને સિંહપુર નગરને વિષે માતાની પડખે મૂક્યા અને વિદ્યાથી કરેલ પ્રતિબિંબ સંહરી લીધું. પછી સૌધર્મે કે પરમાત્મા જોઈ શકે તેવી રીતે ગેડી-દડે મૂક્યા અને એશી કે રેશ પી વસ્ત્ર તથા કંડલયુગલ મૂક્યા. “જે કઈ જિનેશ્વરનું કે જિનમાતાનું અનિષ્ટ ચિંતવયે તેનું મસ્તક એરંડાના ફલની માફક સાત પ્રકારે ભૂદાઈ જશે.” આ પ્રમાણે સમસ્ત સિંહપુર નગરમાં ઉઘેષણ કરીને અને સુવર્ણ, રત્ન, સુગંધી જળ અને પુની વૃષ્ટિ કરીને પરમાત્માને નમસ્કાર કર્યો. પછી પરમાત્માના અંગૂઠાઓમાં અમૃતનું સિંચન કર્યું તેમ જ પાંચ દેવાંગનાઓને ધાવમાતા તરીકે સ્થાપી. બાદ નંદીશ્વર દ્વીપે જઇને પર્વે આવેલા ઈદ્રમહાજાઓની સાથે અહિકા મહોત્સવ કરીને ઇકો પોતપોતાના સ્થાને ગયા. સૂર્ય સરખા તેજસ્વી જિનેશ્વર ભગવંતને જોઈને, જાણે ભયને લીધે જ હોય તેમ રવિ એકદમ પૃથ્વીતાને ત્યાગ કરીને અન્યત્ર ચાલી ગઈ. અને પરમાત્માને જાણે સૂર્યબિંબરૂપી અરીસો દેખાડવાને માટે જ જાણે હોય તેમ અચાનક પ્રાતઃકાળે દિવસની લકમી (ઉષા) આવી પહોંચી. બાદ મંગળ વાજિંત્રના અને ભાટ-ચારણના ઉ૯લાસયુકત વચનોથી વિષ્ણુદેવી એકદમ જાગી ઊડયા. દિવ્ય અલંકાર, વસ્ત્ર, પુષ્પની માળા તથા વિલેપનથી સુભિત તેમજ કલ્પવૃક્ષ સરખા પુત્રને હર્ષિત દષ્ટિવાળા માતાએ જોયો. પ્રિયંવદા નામની દાસીએ રાજાને લોકનો અભ્યદય કરનાર એવા પુત્ર જન્મની વધામણી આપી ત્યારે વિષ્ણુરાજાએ પણ પોતાના મુકુટ સિવાય શરીર પર ધારણ કરેલ વસ્ત્રાલંકારનું તેણીને મહાદાન આપીને તેના દરિદ્રપણાને નાશ કર્યો, તેમજ દાસીપણામાંથી મુક્ત કરી. ખરેખર ત્રણ જગતના સ્વામીના જન્મ વધામણાનું આવું જ ફળ હોઈ શકે. પછી રાજાએ સમસ્ત સિંહપુરમાં દરેક દરવાજાઓને વિષે ચંદનની માળા બાંધીને, દરેક જિનાલયોમાં મહોત્સવ કરવા માટે આદેશ આપ્યું. સુગંધી જલને છટકાવ કરવામાં આવ્યો, “પધાણાઓ મૂકવામાં આવ્યા અને પુષ્પની વૃષ્ટિ કરવામાં આવી તેમજ હર્ષ વ્યાસ દેવાંગનાઓ નૃત્ય કરવા લાગી, દીન તથા અનાથ જનને કાન દેવામાં કોઈપણ સ્થળે નિષેધ નિકાર) કરવામાં આવ્યો નહિ તેથી તે “ નકાર” દારિદ્રયનું જ અવલંબન લઈને રહ્યો, કારણ કે નિરાધાર એ નકાર બીજું શું કરી શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy