SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માને નાનાભિષેક અને સ્તુતિ [ ૧૫૧ ] કિરણસ્પર્શથી બહાર નીકળતા અગ્નિ તથા પાણીને અંગે હંમેશા સૂર્યકાંત તથા ચંદ્રકાંત મણિનો ભેદ જાણી શકાય છે. શ્રી જિનેશ્વર પરમાત્માના આગમનથી પાંચ પ્રકારનાં . રત્નોની કાંતિસમૂહથી તે પર્વત જાણે દેવદૂષ્ય વસ્ત્રોવડે કરાયેલ હાટની શોભાની ધારણ કરતે હોય તેમ શોભી રહેલ છે. અતિમૂલ્યવાન મુકતા સમૂહવાળો મેરુપર્વત, સર્વ દિશાઓમાં વિસ્તરેલ મનહર તારાઓની પંક્તિદ્વારા જાણે પરમાત્માને ભેટશું ધરતો હોય તેમ શોભી રહ્યો હતો. અતિ પાંડુકંબલા નામની શિલા પર રહેલા સિંહાસન પર, ખોળામાં પરમાત્માને લઈને ઇંદ્રમહારાજા બેઠા. વિવિધ પ્રકારનાં વાહન પર બેઠેલા, બેલીઝ, નિર્મળ કાંતિવાળા, કોડો દેથી પરિવરેલા બીજા ઈંદ્રમહારાજાઓ પણ ત્યાં આવી પહોંચ્યા. સૂર્ય, ચંદ્ર, વ્યંતરેંદ્ર તથા ભવનાધિપતિઓ વિગેરે સમસ્ત ઇદ્રો પરમાત્માને પ્રણામ કરીને પોતાના સ્થાને બેઠા. પછી અમ્યુરેંદ્રના આદેશથી તીર્થજળ લાવેલા દેએ નીચે પ્રમાણે આઠ પ્રકારના આઠ હજાર ને આઠ કુંભ બનાવ્યા. (1) સુવર્ણના, (૨) રૂપાના (૩) રત્નના, (૪) સુવર્ણ તથા રૂપાના, (૫) સુવર્ણ તથા રત્નના, (૬) રૂપા તથા રત્નના (છ) સુવર્ણ, રૂપું તથા રત્નના અને (૮) માટીના. તે કળશને કેશર, પુષ્પમાળા અને ચંદન રસથી ચર્ચાને જલથી પરિપૂર્ણ કર્યા. બાદ જ્યારે વાજિ ત્રો વાગવા લાગ્યા, અપ્સરાવૃંદ નૃત્ય કરવા લાગ્યો, હા-હા હ-હું એ પ્રમાણે તુંબરુ જાતિના દેવ ગાયન કરવા લાગ્યા, ચારે નિકાયના દેવ રેમાંચિત બનીને પરમાત્માને નીરખવા લાગ્યા, કેટલાક ઈંદ્રો પરમાત્માને મણિજડીત દર્ષણ દર્શાવવા લાગ્યા, કેટલાક કૃષ્ણગુરુ ધૂપને ઉખેડવા લાગ્યા, કેટલાક દે વસ્ત્રના છેડાને ઉછાળવા લાગ્યા. કોઈની નજર ન પડે તે માટે ઇદ્રાણીસમૂહ મંગળ કરવા લાગી, તે સમયે ક૯૫(આચાર)ને જાણનાર બીજા આઠ ઇદ્રોએ ભકિતપૂર્વક પરમાત્માનો સ્નાનાભિષેક કર્યો. બાદ સૌધર્મેદ્રની માફક ઈશાને પણ ચાર રૂપે વિકુવને પરમાત્માને ખેાળામાં બેસારવા ઈત્યાદિક ક્રિયા કરી. પછી ભકિતપરાયણ સૌધર્મદે પણ. જેમ પ્રભુને કેવળજ્ઞાનસમયે ઉજવળ-નિર્મળ - જ્ઞાન થાય તેમ ચાર ઉજવળ વૃષભના રૂપ વિકુળં. તે ચાર વૃષભના શીંગડામાંથી પ્રકટતી ઉજવળ કાંતિવાળી અને આઠ પ્રવચનમાતા સરખી આઠ ધારાઓથી ઇદ્ર પ્રભુને સ્નાન કરાવ્યું. પછી દિવ્ય ગંધકાષાયી વસ્ત્રવડે પરમાત્માનું શરીર લુછીને સૌધર્મ કે કલ્પવૃક્ષના પુખેથી પ્રભુની પૂજા કરી. બાદ દિવ્ય આભૂષણે પહેરાવીને તેમની સન્મુખ, મનોહર અક્ષતથી આઠ મંગળ આળેખ્યા અને નીચે પ્રમાણે સ્તુતિ શરૂ કરી. “ભવ્ય પ્રાણીઓના મહાદિ શત્રુરૂપી વૃક્ષસમૂહને ઉખેડી નાખવામાં વાયુ સમાન ! મનને આનંદ આપનાર ! કમમલથી રહિત એવા હે પરમાત્મન ! તમને નમસ્કાર હે ! મિથ્યાત્વરૂપી દાવાનલને બુઝવવામાં મેઘસમાન ! પ્રાણીઓને હર્ષદાયક ! વિશાળ સંસારને નષ્ટ કરનારું અને અમૃત સમાન વાણીથી ભરપૂર એવા હે પ્રભુ! તમે જય પામો. કલ્યાણરૂપી લતાની સુવાસને પ્રસરાવનારા વર્ણથી સુવર્ણની કાંતિને પણ જીતનાર! કલ્યાણને ચાહનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy