SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુનું નામ સ્થાપન અને સુંદર દેહનું વર્ણન [ ૧૫૩ ] પછી પુત્રમુખ જેવાને ઉત્સુક બનેલ વિષ્ણુ રાજા પ્રતીહારીએ બતાવેલા માર્ગે અંતઃપુરમાં આવી પહોંચ્યા. સૂતિકાગ્રહને દ્વારે બેઠેલાં અને હર્ષિત બનેલા રાજાએ પુત્રને મંગાવ્યો. સૌમ્ય ગુણને લીધે ચંદ્ર સરખા અને તેજસ્વીપણાને લીધે સૂર્ય સરખા, પ્રત્યક્ષ પુણ્યસમૂહ જેવા અને હાલતા-ચાલતા (જંગમ) ક૯પવૃક્ષ સરખા, ઉઘાડી આંખે જોવા લાયક અંગવાળા અને સર્વાગે સુંદર એવા પરમાત્માને વિષ્ણુ રાજાએ નિહાળ્યા. તેમને જોઈને રાજાને જે હર્ષ થયો તે તે ફક્ત પરમાત્મા તેમજ વિષ્ણુ રાજા જ જાણી શકે, અન્ય કેઈને તેને અનુભવ થઈ શકે તેમ નથી. શ્રી જિનેશ્વર ભગવંતના રૂપને જોતાં વિષ્ણુ રાજવી જાણે કોતરાએલ કે આળેખાએલ ધ્યાનમાં આરૂઢ અને જડાયેલા ગાત્રવાળી વ્યક્તિની માફક નિનિમેષ બની ગયા. તેવા પ્રકારના પુત્રના દર્શનથી આનંદાશને વહાવતા અને પિતાના બંને નેત્રોને સફળ કરીને તેઓ રાજસભામાં પધાર્યા. રત્નજડિત સિંહાસન પર બેઠેલા રાજવીને, મંત્રી અને સામંતના સમુદાયે પુષ્કળ ભેટશુઓથી વધાવ્યા. “હે રાજન્ ! સંસારબંધનને નાશ કરનાર, દેવ તેમજ દાનથી સેવવા લાયક, પુત્રની પ્રાપ્તિથી આ૫ પૂર્ણ અભ્યદયવાળા બન્યા છે.” રાજાએ જણાવ્યું કે“ આવા સ્વામીની પ્રાપ્તિથી તમારો જ અભ્યદય થઈ રહ્યો છે, કારણ કે ઇંદ્રોના સ્વામી એ તો આ કુમાર ભવિષ્યમાં તમારો રાજા થશે. ” તેઓએ જણાવ્યું કે-“ આપ કહો છો તે સત્ય જ છે. બંને લેકમાં સુખદાયી, કલેશસમૂહને નષ્ટ કરનાર એવા આ સ્વામી મળવા દુર્લભ તેમજ વિરલ છે. હે રાજન સૌમ્ય, શંકરના મસ્તકના આભૂષણરૂપ, નેત્રને આનંદ આપનાર અને કલાના ભંડાર એવા ચંદ્ર સરખા પરમાત્માને જન્મ આપીને આપ રત્નાકરસમદ્ર સમાન બન્યા છે. હે સ્વામિન ! આપના રાજમંદિર માં આ કુમાર સાક્ષાત્ કલ્પવૃક્ષરૂપ અવતરેલ છે, કારણ કે જો એમ ન હોત તે અસંખ્ય મારથી કઈ રીતે પૂર્ણ થાત ?” આ પ્રમાણે સ્તુતિ કરતાં મંત્રી પ્રમુખ સમસ્ત જનતાનું ઉચિત સન્માન કરીને રાજાએ તેમને હર્ષ પૂર્વક વિદાય કર્યો. મહત્સવ પૂર્વક છઠ્ઠી જાગરણાદિક કરવા બાદ બારમે દિવસે રાજાએ પોતાના સ્વજનવર્ગને બોલાવીને, તેઓનું ભેજન, વસ્ત્ર અને અલંકારોથી બહુમાન કરીને, દિવ્ય વસ્ત્રથી ઢંકાયેલા અક્ષયપાત્રો રાજમંદિરમાં આવવા લાગ્યા ત્યારે, પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે દેવાધિષ્ઠિત શસ્યાનું માતાએ આક્રમણ કરેલ હોવાથી અતીવ હર્ષદાયી એવું પ્રાકૃત ભાષામાં “સિર” અને સંસ્કૃત ભાષામાં “શ્રેયાંસ” એવું નામ સ્થાપન કર્યું. પરમાત્મા કલ્પવૃક્ષની માફક દેવસમૂહથી વિટળાઈને દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. દેવે તેમજ રાજાઓથી ક્ષણે ક્ષણે લાલનપાલન કરાતા, શ્રેયાંસકુમાર હાસ્ય કરતાં ત્યારે દરેક હાસ્ય-પ્રસંગે રાજરાણીઓથી ચૂંબન કરાતા મુખકમલવાળા, કુમાર કંઈક બોલતાં ત્યારે સેંકડે વ્યક્તિઓથી પ્રીતિપૂર્વક પ્રત્યુત્તર અપાતાં, આભૂષણ પહેરાવવા, સ્નાન ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy