________________
પ્રસ્તાવના
* વિશાળ છે. તેનું સંક્ષેપમાં બુદ્ધિ વિષયક આપેલ દષ્ટાંત કહે છે. વસંતપુર શહેરમાં સદ્દગુણસંપન્ન જિતારી નામના રાજાને પરોપકારી સુબુદ્ધિ નામને મંત્રી હતા અને કુબેર સમાન સંપત્તિ ધરાવનાર સત્યકી નામને ધમાં પરોપકારી શ્રેષ્ઠી હતે. તેને પ્રભાકર નામને કપટી પુરોહિત ગાઢ મિત્ર હતો, છતાં સત્યકી પાસે દ્રવ્ય ઘટી જવાથી પિતાની પાસેના પાંચ રત્ન (ધન મેળવી ઘેર આવ્યા પછી પોતાને પાછા આપવાની શરતે સોંપી) સમુદ્રમાર્ગે દ્રવ્ય મેળવવા વહાણમાં કરિયાણું ભરી પ્રયાણ કર્યું. અનુકૂળ પવનવડે વહાણુ રીયદીપે આવી પહોંચતાં ત્યાં કરિયાણુને ત્યાગ કરી રૂડું ભરે છે, અને કોઈ દ્વારા જાણી ત્યાંથી સુવર્ણ દીરે જઈ રૂપાનો ત્યાગ કરી સુવર્ણ ભરે છે, તેવી જ રીતે ત્યાં પણ જાણી અતિ લોભે રનદીપે જઈ સુવણું ફેંકી દઈ રનો ભરે છે. (“ લોભવડે અંધ બનેલા મનુષ્ય પુણ્ય પાપને પણ વિચાર કરતા નથી જેથી તેવા મનુષ્ય ધારે કંઇ અને બને છે જુદુ કાંઈ ” ) અહીં રને ભરી પોતે ઘેર આવતાં સમુદ્રમાં તોફાન થતાં વહાણ ભાગે છે અને સાથે મનુષ્ય અને રત્ન દરીયામાં ફેંકાઈ જાય છે. સત્યજીને સમુદ્રમાં પડતાં એક પાટિયું હાથ લાગતાં સમુદ્રને કાંઠે આવે
છે (“પુણ્યરૂપી કરિયાણા વગર મનુષ્ય પોતે કરેલા પ્રયાસ નિષ્ફળ જાય છે. જ્યારે પુણ્યશાળી મનુષ્યને પિતાના ઘરમાં રહેવા છતાં લક્ષ્મી પ્રાપ્ત થાય છે ” ) એમ વિચારતે સત્યકી પિતાને ઘેર આવે છે અને પ્રભાકરને ઘેર જઈ પોતે સોંપેલા પાંચ રને લેવા જતાં તેની સ્ત્રી પ્રભાકરને ગેરહાજરી જણાવે છે. ફરી પ્રભાકરને મળતાં તેને ઓળખતાં રન માગનાર તું કોણ છે ? તેનો કેવા તેમ કહી ચાલ્યો જવા કહે છે. તેનું ગળું પકડી સત્યકીને ઘર બહાર કાઢી મૂકે છે, અને “ સજજન દુર્જન મનુષ્યની પરીક્ષા દુ:ખી હરિકી અવસ્થામાં જ જણાય છે અને કહેવાય છે કે-કાર્યો કુળ ઓળખાળ અને કામ ન પડે ત્યાં સુધી સૈ સારા જણાય. ” ) એમ વિચારતે રાજ્યના સુબુદ્ધિ નામના મંત્રી પાસે જઈ બધી હકીકત જણાવે છે. રાજાને જાણ થતાં બંનેને બોલાવે છે. પ્રભાકરને પૂછતાં તે અજાણ થાય છે. હવે અહિં મંત્રી રાજાને એક યુક્તિ જણાવે છે કે -પ્રભાકર સાથે આપ જુગટુ રમે અને આપની વીંટી તેને પહેરાવે અને તેની વીંટી આપ પહેરી લો. તે પ્રમાણે એક નવી મુદ્રિક તૈયાર કરાવે. તેને ત્યાં જે ભજન કર્યું હોય તેની માહિતી મેળવી, તેની નિશાની આપી તે મુદ્રિકા સાથે નોકરને તેને ઘેર મોકલી રતને મંગાવે. તેમ કહેતાં નેકરને તેને ઘેર મોકલી ખાધેલા ખોરાકની માહિતી અને મુદ્રિકા બતાવવાથી તે સાચું માની તેની સ્ત્રી ને આપે છે. રાજા પોતાના રસ્તે સાથે તે રને મૂકી સત્યકીને બતાવતાં તે પિતાના ઓળખી કાઢે છે અને પ્રભાકરને સજા કરે છે. સત્યકીને તે રને આપી વિદાય કરે છે.
આ રીતે સુબુદ્ધિ મંત્રી પાસે દષ્ટાંત સાંભળી, મારો મંત્રી પણ આ બુદ્ધિશાળી છે અને અમારા વિરહમાં પીડા હશે માટે તું શભાનગરીએ જઈ મારા મંત્રીને હૈયે ઉત્પન્ન કરાવનાર આ સર્વ હકીકત જણાવજે, તેમ વિચક્ષણ મંત્રીને ભલામણ કરી રવાના કરે છે. વિચક્ષણ મંત્રી શુભાનગરીએ આવી સર્વ મંત્રીઓની હાજરીમાં ભુવનભાનુ રાજવીએ આપેલ લેખ વંચાવે છે જેથી સમગ્ર નગર આનંદ પામે છે. તે રાજ્યના ખંડીય રાજાઓને ચક્રીપણાને મહત્સવ કરવા બોલાવે છે. પ્રજા પણું સતકાર કરવા તૈયારી કરે છે. સુબુદ્ધિ મંત્રી વિચક્ષણ મંત્રીને લક્ષ્મીવડે સારો સત્કાર કરે છે. હવે વિચક્ષણ મંત્રી સુબુદ્ધિ મંત્રી પાસેથી સર્વ હકીક્ત માટે લેખ લે છે, અને ભુવનભાનું અને રાણી ભાનુશ્રીને યંગ્ય વચ્ચે અને લેખ સાથે આભૂષણે વિચક્ષણને આપે છે, સાથે રાજવી ભુવનભાનુ શુભાનગરીને પિતાના ચરણેથી જલદી પાવન કરે તેમ અમારી સોવતી જણાવજો કહી વિદાય કરે છે. (મકરધ્વજને વૃત્તાંત, ભાનશ્રીનો લગનેત્સવ, શ્રીકંઠ ચકીનું રાજ્ય ગ્રહણ કરવું, સુબુદ્ધિ
મંત્રીની કથા વગેરે વૃત્તાંતવાળે આ બીજે સગ પૂર્ણ થયો. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com