SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ - - પ્રસ્તાવના - હવે શ્રીકંઠના સામંતે, અશ્વો તથા હસ્તિઓને નાશ થતે જોઈ તેણે પોતાના દૂત મારફત જનતાનો સંહાર નહિં કરતાં આપણે બનને યુદ્ધ કરીએ તેમ જણાવતાં ભુવનભાનુ રાજવી પતે તૈયાર થાય છે. તે વખતે શ્રીકંઠને મંત્રી મતિસાગર તેને જણાવે છે કે-ભુવનભાનુ રાજા પરાક્રમી અને પવિત્ર છે. એક સ્ત્રીની ખાતર રાજ્ય તજવું જેમ યોગ્ય નથી તેમ બીજાની પરણેલી સ્ત્રી ગ્રહણ કરવાની ઈચ્છા કરવી તે ન્યાયી નથી. આપણી સાથે રહેલા બેચરેન્દ્રને તે રચતું નથી, તેમ પુણ્યને ક્ષય થાય ત્યારે સમગ્ર લક્ષ્મી ચાલી જાય છે. જ્યોતિષીઓનું વચન પણ ખોટું કરતું નથી વગેરે મંત્રીએ જણાવ્યા છતાં શ્રીકંઠ પિતાની પાસે ચક્ર હોવાથી પિતે અવશ્ય નાશ કરી શકશે તેવા અભિમાનવડે આગળ આવે છે. તે વખતે ભુવનભાનુ અનેક રીતે શ્રીકંઠને નહિં લડવા સમજાવે છે. શ્રીકંઠ પિતાના અભિમાનવડે પુણ્ય અને અધમ બંનેને વિચાર નહિ કરતાં અન્યાઅ ભુવનભાનું ઉપર મૂકે છે. ભુવનભાનું મેધાસ્ત્ર મૂકી તેના બાણને છેદી નાંખે છે. શ્રીકંઠ પછી તેમના ઉપર નાગાસ્ત્ર મૂકે છે, ભુવનભાનુ તેની સામે ગરૂડાસ્ત્ર મૂકી તેને નષ્ટ કરે છે. પિતાનાં બધો અસ્ત્ર નિષ્ફળ જતાં જોઈને છેવટે પિતાનું ચક્રરત્ન શ્રીકંઠ ચક્રી હાથમાં લઈ મૂકતાં પહેલાં, ભુવનભાનુ તેને નિભ્રંછના પૂર્વક કહે છે કે-તે તારે લોઢાને ટુકડે મારા ઉપર છેડી. મારો ભોગ લેવા ઈચ્છે છે તે તારું અભિમાન છે. તેને ધિક્કાર છે એમ કહે છે. દરમિયાન શ્રીકંઠ ચકી ચક્રરત્ન મૂકે છે ત્યારે દેવે અને મનુષ્યોને હાહાકાર થાય છે. ચક્રન ભુવનભાનુ પાસે આવતા ભુવનભાનુને પ્રદક્ષિણા આપી તેના હસ્તકમળ ઉપર બેસે છે. દેવ પુષ્પ તથા દિવ્ય વસ્ત્રોની દૃષ્ટિ કરવા સાથે દેવદુદ ભિએ વગાડે છે. બધા વિદ્યાધર ભુવનભાનુને નમસ્કાર કરે છે. શ્રીકંઠની રાણી તેને ભુવનભાનુની સેવા સ્વીકારવાનું જણાવે છે, (અહિં જાણવા જેવું છે કે ચક્રવર્તીનું ચક્રરત્ન ચક્રી જેના ઉપર મૂકે છે તેને પ્રાણ લઈને પાછું ફરે છે, પરંતુ ભુવનભાનુ રાજા ચક્રી છે જેથી તેવા પુરુષને ચક્ર હણી શકતું નથી, આ બંને રાજાઓ વચ્ચેના યુદ્ધનું વર્ણન વગેરે પા ૭ થી પા. ૫૦ સુધીમાં છે. આ સર્વે યુદ્ધ ધર્મ અધમ, પુણ્ય પાપ વચ્ચેનું છે અને છેવટે હીન પુણ્યવાળો એ કંઠ વિચારે છે કે-તે ચક્રવડે મારી નાશ કેમ ન થયો. મારો અપયશ થયો. મારી લક્ષ્મી શત્રુના હાથમાં ગઈ. આ રાજાની આજ્ઞા મારે શી રીતે સ્વીકારવી ? બલિક વ્યકિતને અન્યાય કદી સહાયક બનતું નથી ત્યારે ન્યાય સ્વલ્પ બળવાનને ફળદાયક થાય છે. પુણ્યની પ્રાપ્તિથી જ માણસ આબાદી મેળવે છે માટે હવે હું જિનેશ્વર ભગવંતે ઉપદેશેલી દીક્ષા દ્વારા પુણ્યપ્રાપ્તિ કરું ? એમ વિચારતે શ્રીકંઠ પંચમુષ્ટિ લોચ કરે છે. તરત જ દેવતાઓ તેને મનિષ આપે છે. તે જોઈ ભુવનભાનુ રાજવી વગેરે સર્વ ભક્તિપૂર્વક તે મુનિવરને નમસ્કાર કરે છે. અને ભુવનભાનુ રાજવી અંજલી જેડી બહુમાન કરતે પિતાના અપરાધને ખપાવે છે. શ્રીકંઠ મુનિ પિતાને સંયમ પ્રાપ્ત થવાના નિમિત્તરૂપ માની ભુવનભાનુને ઉપકાર માને છે અને તે ચારણુબ્રમણ્ શ્રીકંઠ મુનિ તીર્થોની યાત્રા કરવા આકાશમાગે ઊડી જાય છે. હવે ભવનભાન રાજવી તે માટે શ્રીપુરનગરે આવે છે. અહિં શ્રીપુરનગરને શણગારવામાં આવે છે તેનું સુંદર અલંકારિક વર્ણન આચાર્ય મહારાજ આપે છે (પા. પર) શહેરમાં પ્રવેશ કરતાં ભુવનભાનુ રાજાને ચક્રીપણાને અભિષેક થાય છે. એકછત્રી ધર્મની સ્થાપના કરે છે અને શાસનપ્રભાવનાના અનેક કાર્યો કરે છે. એક દિવસ રાત્રિના ચાંદની ખીલી છે. મહેલ’ ઉપરના ભાગમાં સિંહાસન પર બેઠેલ રાજા * પિતાના મંત્રીને ચંદ્ર કરતાં અધિક સુખ આપનાર કેશુ અને આકાશપ્રદેશ કરતાં વિશાળ કોણ છે? તેમ પૂછતાં મંત્રી એક ચારણુશ્રમણ મુનિ પાસે સાંભળેલી વાત જણાવે છે કે “ ચંદ્ર કરતાં પણ જિનેશ્વર ભગવંતનું વચન વિશેષ સુખદાયી છે અને સર્જન પુરુષોની બુદ્ધિ ગગન કરતાં પણ વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy