________________
પ્રસ્તાવના
પહોંચ્યો છું” એમ મકરધ્વજ બોલે છે, તેટલામાં રતિસુંદરી અવાજ ઓળખી હર્ષપૂર્વક ઊભી થાય છે, બાદ સર્વ હકીકત જાણી અને પોતાના પ્રાણુÉતા ભુવનભાનુ રાજવી જાણી રતિસુંદરી તેને નમસ્કાર કરે છે. ભુવનભાનું મણિચૂડને શિક્ષા કરવા જણાવે છે પરંતુ નીતિશાસ્ત્રમાં “ પુષ્પથી પણુ યુદ્ધ કરવાનું” નિષેધ કરેલ છે. માત્ર બુદ્ધિથી જ શત્રુને પરાભવ કરવો જોઈએ વગેરે મકરધ્વજે કહેતા તેને શિક્ષા કરવાનું માંડી વાળી શ્રીકંઠ રાજા ભાનુશ્રીની હમેશા માંગણી કર્યા કરે છે જેથી હવે વિલંબ નહિં કરતાં પ્રથમ મારા નગરમાં આવી રાજ્યને સફલ કરે તેમ કહેવાથી સર્વે તેના નગરમાં જાય છે. રસ્તામાં સૈન્ય જોતાં મણિચૂડ લડવા માટે આવે છે તેમ જાણું ભુવનભાનુને યુદ્ધ માટે નીવારી મકરધ્વજ પિતે ખડગ લઈ તેની સામે જાય છે, તેવામાં એક વિમાનમાં આવતાં પિતાના મામા સંગરસિંહને નિહાળી પોતે તથા રતિસુંદરી તેને પ્રણામ કરે છે, અને કહે છે કેઃારા પિતાએ તારી તપાસ કરવા મને મોકલ્યો છે, તું ક્યાં હતું અને તારી સાથે આ શ્રેષ્ઠ પુરૂષ કોણ છે? તેમ પૂછતાં મકરધ્વજ પાસેથી સમગ્ર વૃત્તાંત જાણતાં જેના ઉપરને બદલે ન વાળી શકાય તેવા આ પુરુષની હમેશા તારે સેવા કરવાની જરુર છે તેમ કહે છે, પછી તેમના પિતાનું સૈન્ય આવતા લક્ષ્મીતિલક નગરમાં તેઓ સર્વ આવે છે, જ્યાં ભકરવજ ભુવનભાનુ રાજવીને આગ્રહપૂર્વક ત્યાં રહેવાનું જણાવવાથી જીર્ણોદ્ધાર વગેરે શાસનપ્રભાવનાના કાર્યો કરતાં ભુવનભાનું સુખપૂર્વક કાળ વ્યતીત કરે છે.
મકરવજ કનકરથ અને ભાનુશ્રીને ભુવનભાનુ રાજાના મેલાપની વધામણી આપે છે અને ભાનુંશ્રીને લગ્નદિવસ નક્કી કરી કનકરથ રાજા ભુવનભાનુને ત્યાં લાવવા મકરધ્વજને વિદાય કરે છે, અને સર્વ દેશના રાજાઓને આમંત્રે છે. અહિં નગર શણગારે છે તેનું તથા ભુવનભાનુના ગુણોનું વર્ણન આચાર્ય મહારાજ કરે છે જે વાંચવા જેવું છે. (પા, જ) ભુવનભાનુ આવી પહોંચતા સર્વ ગ્રહોના બળવાળ અને છ વર્ગથી શુદ્ધ એવું મુહૂર્ત લઈ ઉત્સવવેક તે બન્નેનું પાણિગ્રહણ થાય છે. અહિં શૃંગારમંજરી અને બીજી બાજુ સિંહકુમારને શાપની અવધિ પૂરી થતાં તેનું મૂળ સ્વરૂપે પ્રગટ થતાં તે પણ ત્યાં આવી પહોંચે છે, શૃંગારમંજરીને આ ઉત્સવ મહોત્સવરૂપ બને છે.
કનકર ભાનુશ્રીને શીખામણ આપતાં (ભુવનભાનુ સાથે કેમ વર્તવું તે જણાવે છે, તેમજ ભાનુશ્રી કેવી સદ્દગુણશીલ છે અહિં સુશીલ પુત્રીઓ કેવી હોવી જોઈએ વગેરે તેમજ ભુવનભાનુ રાજવીને પણ રાજ્યયોગ્ય શિખામણ આપે છે, જે હકીકત ખાસ વાંચવા જેવી (પા. ૪પ) છે. ભુવનભાનુ પિતાના સસરાને તેની પુત્રીની ચિંતા ન કરવા ખાત્રી આપે છે. શૃંગારમંજરી અને ભાનુશ્રીને અહિં હાસ્ય યુક્ત વાર્તાલાપ કરતાં બન્નેને પ્રેમભાવ પ્રગટ થાય છે,
એકદા રાજસભામાં બેઠેલા ભુવનભાનુ રાજવી પાસે મકર રાજાને દૂત આવે છે અને કહે છે કેમકરકેતુ રાજવીએ આપને તેડી લાવવા મને મોકલ્યો છે. તે જાણી કનકરથની રજા લઈ ભુવનભાનું ભાનુશ્રી સહિત ત્યાંથી પ્રયાણ કરે છે. તે હકીકત જાણી શ્રીકંઠચક્રી તેના દૂતારા તે જાણી સિન્ય એકઠું કરી ભુવનભાનુએ જ્યાં પડાવ નાંખે છે ત્યાં તેની પાસે દૂત મોક્લી શ્રીકંઠ પિતાની સેવા સ્વીકારવા અને ભાનુશ્રીને સોંપી દેવા જણાવે છે. ભુવનભાનુ રાજવી ભ્રકુટી ચડાવી દૂત પાસે શ્રીકંદની નિભ્રંછના કરી, તેના નિર્લજ્જપણ, અમર્યાદપણું અને વિવેકભ્રષ્ટતાને લઈ તારા રાજ્યનું પુણ્ય નષ્ટ થયું છે જેથી તે બુદ્ધિને કહે તું યુદ્ધ માટે તૈયાર થા. તે દૂતે શ્રીકંઠને ઉપરોકત હકીકત જણાવતાં તે બન્નેનું પરસ્પર યુદ્ધ થાય છે. તેનું વર્ણન [ પાના ૪૮ મા છે. ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com