________________
કરેલ ન્યાય અને પકડેલ ચેર.
[ ૮૧ ] વસે છે તેવું મારું મંદિર(ગૃહ) બે પ્રકારે ધન્યવાદને પાત્ર છે.” બાદ તે બંને પિતાના આવાસે આવી પહોંચ્યા.
. કોઈએક દિવસે પરશુરામ શ્રેષ્ઠીના હાટની નજીકના પ્રદેશમાં વસ્ત્ર ઓઢીને સૂતો હતો. તેવામાં તે કાલીસત શ્રેષ્ઠી પાસે રાજાનો હાર બતાવવા આવ્યો ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે આ હાર રાજાને ચગ્ય છે. તેવામાં તે કાલીસતને ઓળખી કાઢીને પરશુરામે શ્રેષ્ઠીને કર્ણમાં સમસ્ત હકીક્ત કહી સંભલાવી. બાદ તેને કહ્યું કે-“ અરે કાલીચુત ! (દાસ ) ! તું કયાંથી આવ્યો ?” તે સમયે પરશુરામને અજુન મંત્રીના પુત્ર તરીકે જાણીને કાલીસુતે પણ કહ્યું કે“તમે કોણ છે? હું કોણ છું ? તમારી સાથે પૂર્વે મારે કેવી રીતે પરિચય થયો હતો ?” પરશુરામે જણાવ્યું કે-“તું અને મંત્રીનો સેવક ન હોત ?” કાલીસુતે કહ્યું કે-“દાસ તરીકે મને ઓળખી કાઢતાં તમે ખરેખર ભ્રમિત થયા જણાવે છે ! ખરેખર તમને કોઈપણ પ્રકારનો ભય થયે જણાય છે. ત્યારે જયદેવ શ્રેષ્ટીએ તેને પૂછ્યું કે- “તું પોતે જ તારી જાતને ઓળખાવ.” એટલે તેણે ઘટ્ટતાપૂર્વક જણાવ્યું કે-“હું રાહણેને ગંગ નામનો કર છું. મારા સ્વામીએ મને આ હાર વેચવા માટે મોકલ્યો છે. આ હારનું મૂલ્ય એક લાખ સોનામહોર છે. ” જયદેવે હાસ્યપૂર્વક કહ્યું કે-“ અરે મૂર્ખ ! તું આ હારની વાસ્તવિક કિંમત જાણતો નથી. તેના એક એક રત્નની કિંમત એક એક લાખ સોનામહોર છે; તે આ સંપૂર્ણ હારની કિંમત કરવાને કઈ શક્તિમાન નથી. તે ખોટું બોલવાથી રત્નની પણ કિંમત ઘિટાડી છે. આ હારની કિંમત ઘટાડવાથી તેં તારા આત્માને મુશ્કેલીમાં મૂકે છેખરેખર ચારે ચેરેલી વસ્તુની કિંમત જાણું શકતા નથી.” : '' બાદ ગુસ્સે થયેલા કાલીસુતે કહ્યું કે તમે મને કે ગણે છે? હું પારકાના દ્રવ્યને ધૂળ સમાન માનું છું. શું હું પારકાનું દ્રવ્ય હરણ કરું ? તમે મારે હાર મને પાછો આપે. તમારી સાથે વ્યવહાર કરવાથી મને જિંદગીનું જોખમ જણાય છે.” તે સમયે હારને પાછા આપતાં જયદેવને પરશુરામે મના કરી. ત્યારે “હું લુંટા છું, હું લુંટાયેલ છું,” એમ પિકાર કરતાં કાલીસુત રાજદ્વારે ગયે. રાજાએ પૂછવાથી તેણે પોતાનું સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી રાજાથી સેવકો દ્વારા બોલાવીને પુછાયેલ મંત્રીપુત્ર પરશુરામે પોતાનું વૃત્તાંત કહ્યું એટલે કાલીસુતે કહ્યું કે-“ પરશુરામનું વૃત્તાંત જૂઠું - અસત્ય છે. મારી સચ્ચાઈની ખાત્રી માટે હું કઈ પણ ભયંકર દેવી સમુખ દિવ્ય કરવા ઈચ્છું છું.” ' રાજાએ તે હાર મગાવીને જોયો. તે હારની અતિ તેજસ્વી કાંતિને જોઈને તે ગ્રહણ કરવાની ઈચ્છાવાળા રાજાએ કહ્યું કે–“અરે દાસ ! જો તું સાચા હો તો પ્રહમાંથી કમળો લઈ આવ. અને તે કમળદ્વારા ચંડિકાનું પૂજન કર.” એટલે ધૃષ્ટતાપૂર્વક તેણે કહમાં પ્રવેશ કર્યો કે તરત જ મગરમચ્છ તેને ખાઈ ગયો. પછી પરશુરામને પણ રાજાએ કહ્યું કે-“તું પણ આ વિધિપૂર્વક આચરણ કરીને હાર ગ્રહણ કર.” તેણે જવાબ આપ્યો કે-“હે રાજન !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com