SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૨ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૩ જો તે સેવકની અસત્યતાને કારણે મારી સચ્ચાઇ તે આપોઆપ સિદ્ધ થઈ ચૂકી છે, છતાં પણ મારે આપની આજ્ઞા ઉલ્લંઘવી ન જોઇએ.’’ આ પ્રમાણે કહીને, જિનેશ્વરભગવંતનુ સ્મરણુ કરીને અને પવિત્ર અનેલ પરશુરામ દ્રહમાં પ્રવેશ કરવા લાગ્યા. જેવામાં તેણે દૃહમાં પ્રવેશ કર્યો કે તરત જ મગરમચ્છે તેને પેાતાની પીઠ પર બેસાડી દીધેા. તેની પીઠ પર બેસીને પરશુરામે ઘણા કમળા લીધાં. “ ખરેખર, આ પવિત્ર છે, પવિત્ર છે. ’' એમ લેાકેા ખેલી રહ્યા હતા તેવામાં પરશુરામ બહાર આવ્યા અને ચંડિકાના ઉપાસકેએ તેના કઠમાં પુષ્પની માળા નાખી. રાજાએ વિચાયુ` કે-“ો ખળાત્કારથી હું આ હાર ગ્રહણ કરીશ તે મારી અપકીર્તિ થશે તે મારે કોઇપણ પ્રકારે આ હાર લેવા જોઈએ.’’ આવી વિચારણા કરતાં રાજાને જયદેવ શ્રેષ્ઠીએ કહ્યું કે—“ હે સ્વામિન્ ! આ પરશુરામ કાંપિલ્ગપુરના મંત્રીના પુત્ર છે. આ કંઇ સામાન્ય વ્યક્તિ નથી. આપે પ્રત્યક્ષ તેનું મહાત્મ્ય જોયું છે, તેા તેને હાર આપીને, તેનું સન્માન કરીને તેને વિદાય આપે।.’’ બાદ પરશુરામે વિચાર્યું' કે- “મારા હાર લાકડાના પાંજરામાંથી વજાના પાંજરામાં આવી પડ્યો છે.’ રાજાએ શ્રેષ્ઠીને જણાવ્યું કે-“તું ફરીવાર તારુંવૃત્તાંત જાવ.” આ પ્રમાણે સૂચવીને ભૃકુટીના ઇશારાથી સભાને વિસર્જન કરી. પરશુરામે જયદેવને જણાવ્યું કે‘રાજાની ઇચ્છા સારી નથી. રાજા માને છે કે-હાથી પાસે ગાડર અને સૂર્ય પાસે દેડકાની માફક ક્રોધે ભરાયેલ આ મંત્રીપુત્ર (હું) શું કરી શકવાના હતા? પણ આ રાજા જાણતા નથી કે–અનીતિનું પરિણામ સારું' નથી. ધનથી મટ્ઠોન્મત્ત ચક્ષુવાળા ન્યાયમાગ ને જોઇ શકતા નથી. ન્યાયમાથી ભ્રષ્ટ બનેલ આ રાજા જરૂર આતકારક બનશે, તેા તમે મને જણાવા તે હું મારા નગરે જાઉં. મેં હાર જોયા છે તે હાર કયાંય પણ ચાલ્યા જશે નહીં.’ જયદેવે જવાબમાં તેને કહ્યું કે- તું જરા રાહ જો. હું ક્રીથી પણ રાજાને વિનતિ કરી જોઉં.” આ બાજુ તે જ નગરમાં ગુણધવલ નામનેા મંત્રી રહે છે. તેને યથાથ નામવાળી સર્વાંગ સુન્દરી નામની પત્ની હતી. પરસ્પર પરિપૂર્ણ પ્રીતિવાળા તે બ ંનેને સમય વિષય-વિલાસમાં વ્યતીત થત હતા. કોઈ એક પ દિવસે સર્વાંગસુંદરી વાહન પર ચઢીને પરિવારયુક્ત સ્નાન કરવાને માટે નદીએ ગઈ. નદીના જળમાં પ્રવેશ કરેલ તેણીના મુખશેાભાથી જીતાયેલ અને નિસ્તેજ બનેલા કમળા શરમને અંગે જળમાં ડૂબી ગયા. સ્નાન કરેલી અને જળમાંથી બહાર આવેલી, એક માત્ર સુતરાઉ વજ્રને ધારણ કરેલી અને કેશકલાપને સુકવતી તેણી લક્ષ્મીની માફ્ક શે।ભી ઊઠી. તેવામાં અશેાકવૃક્ષની નીચે રહેલી, અશાકવૃક્ષના પાંદડા જેવા રક્ત હસ્ત તથા ચરણકમળવાળી તેણીના પ્રત્યે મુગ્ધ અનેલ કોઇએક યક્ષે જોઈ. તેણે વિચાયું કે-ખરેખર આ સર્વાંગસુંદરીનું રૂપ અસાધારણ છે કે કામદેવ મુનિવરેાના મનનું હરણ કરીને, આ સ્ત્રીદ્વારા જયપતાકા પ્રાપ્ત કરશે. જે સમયે શાંકરે કામદેવને દગ્ધ કર્યા તે સમયે જે સૌ ંદય રૂપી અમૃતને ધારણ કરનારી આ સ્ત્રી હોત તા શંકર કામદેવને ખાળી શકત નહીં. જેને આ સ્ત્રીએ સ્વીકાર્યા છે તે જ ખરેખર દેવ નામને સાક કરે છે. પુણ્યહીન મારી જેવા તા ફક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy