SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૦ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જો પરશુરામ તે હારને જુએ છે તેવામાં તેને નહીં નીહાળીને હૃદયમાં ક્ષોભ પામેલ તે અન્યને પૂછપરછ કરવા લાગ્યો. તેવામાં અનમંત્રી આવી પહોંચે. હાર ખોવાયાથી ક્રોધ અને ખેદ યુક્ત બનેલા તેમજ ભ્રકુટી ચઢાવેલા મંત્રીએ અત્યંત કઠોર વાણીથી પરશુરામને કહ્યું કે“અરે પુત્ર ! તું અમારા કુળને નાશ કરવા માટે પ્રપંચથી કાળરૂપે જ (યમરાજરૂપે જ) અવતર્યો જણાય છે, માટે હવે રાજાને કયા પ્રકારે પ્રસન્ન કરે ? હણુતાં એવા અમારું હવે કોણ રક્ષણ કરશે? ખરેખર તું પાપરૂપી કાઇમાંથી પ્રગટેલ અને અંધકાર કરતાં ધૂમાડા સરખે છે. '' આ પ્રમાણે પરશુરામને ઠપકો આપતાં મંત્રીને પ્રધાનોએ કહ્યું કે-“ પાતાના ઉદરમાં વડવાનલને રાખવા છતાં સમુદ્ર કદી શીતળતાનો ત્યાગ કરતો નથી. તમે વિચારો કે-માનહાનિ ધનહાનિ, સંતાપ, છેતરપીંડી, અને ઘરના દુરાચરણને બુદ્ધિમાન પુરુષે પ્રકાશિત કરવા જોઈએ નહીં. જે કદાચ પરશુરામે રાજાને હાર ખઈ નાખ્યો તે તમે હમણું તમારી મેટાઈને કેમ ભૂલી રહ્યા છો?” એટલે અર્જુને મૌન ધારણ કર્યું. પરશુરામે પણ વિચાર્યું કે-“મારે ગુણ પિતાને દેષરૂપે ભાસે છે, તે મારે તેજોવધ થવાને કારણે સૂર્યની માફક મારે અત્રે રહેવું યુક્ત નથી.” આમ વિચારીને મધ્યરાત્રિએ તે પહેર્યો લુગડે ઘરબહાર નીકળી ગયો. પરશુરામ ઉત્તર દિશામાં આવેલા ઇદ્રપ્રસ્થ નગરમાં પહોંચે અને ત્યાંના બહારના બગીચામાં વિશ્રામ લીધે. તે બગીચામાં ગુણશાળી ધર્મશ નામના મુનિવરની, માધુર્યને અંગે વીણાના સ્વરને પણ જીતી લેનાર, વાણી સાંભળી, તેમને નમીને, દેશના સાંભળીને, અદત્તાદાનનું વ્રત ગ્રહણ કરીને પિતાને કૃતકૃત્ય માન પરશુરામ ઇદ્રપ્રસ્થ ગયે. તે નગરમાં જયદેવ નામના ઉત્તમ શ્રેષ્ઠી સાથે તેણે પરિચય કર્યો અને તે પણ તેના ગુણેથી હર્ષિત બને. સ્થાનભ્રષ્ટ બનવા છતાં ગુણશાલી વ્યક્તિએ આદરપાત્ર બને છે. કારણ કે રેહણાચલથી અલગ થવા છતાં પણ રતન રાજાઓના મસ્તક પર ધારણ કરાય છે. જયદેવના આવાસમાં તે પરશુરામ પુત્ર તરીકે રહેવા લાગ્યા. કોઈએક દિવસે બુદ્ધિમાન શ્રેષ્ઠી તેની સાથે વાવે ગયે. તે સ્થળે હાથ, પગ અને મુખકમળને જોતાં તે શ્રેષ્ઠીના હાથમાંથી ન જણાય તેવી રીતે એક કિંમતી વીંટી પડી ગઈ. પછી ઘર તરફ પાછા ફરતાં પરશુરામે તે વીંટી લઈ લીધી અને તે પણ પાછળ પાછળ ચાલ્યા. રસ્તામાં શ્રેષ્ઠીએ તે વીંટી યાદ કરી ત્યારે પરશુરામે તેમને પૂછ્યું કે “તમે શા માટે વ્યાકુળ બન્યા છો?” શ્રેષ્ઠીએ જણાવ્યું કે કોઈ પણ સ્થલે રસ્તાને વિષે મારી વીંટી પડી ગઈ છે, હમણાં મને તે વીંટી યાદ આવી. તે સમયે પરશુરામે તે મુદ્રિકા જયદેવને આપી, એટલે હર્ષ પામીને શ્રેષ્ઠીએ તેને કહ્યું કે-“તમારા જેવા પુરુષ જગતમાં જોવાય છે, તેથી હું માનું છું કે હજી પણ ધર્મ જયવંત વર્તે છે. કલિકાલના પ્રભાવથી હજી આ પૃથ્વી કલંકિત થઈ નથી. જે સ્થળમાં તમારા જેવા સજજન પુરુષો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy