________________
પ્રસ્તાવના
હકીકત જ માત્ર જણાવી. પછી હું વિધાધર કુમારનું ચિંતન કરતાં વ્યગ્ર બનેલી હોવા છતાં પણ ભાનશ્રીના ઘણા જ આગ્રહથી મેં સર્વ વૃત્તાંત તેણીને જણાવ્યે.
ક દિવસ મારા પિતા સભામાં બેઠા હતા. દરમ્યાન કુસુમસાર રાજાને મંત્રી ત્યાં આવે છે, મારા પિતા તેને કસુમસાર રાજાના કુશળ સમાચાર પૂછે છે, ત્યારબાદ મંત્રીએ એકાન્તમાં રાજાને જણાવ્યું કે-આપની પુત્રી શંગારમંજરી અમારા રાજાનાં પુત્ર સિંહકમારને આપે, જેથી મારા પિતાએ કહ્યું કે-આ મંગળ પ્રસંગ જલ્દી થાય તેમ કરવા તમારા રાજાને જણાવજો. એ જાણી હું સંતુષ્ટ થઈ. પછી કેટલાક દિવસે બાદ સિંહકુમાર ત્યાં આવે છે અને મારા લગ્ન પણ તેની સાથે થઈ ગયા. પિતાએ આપેલ શિખામણ, તેમજ રિયાસત વગેરે લઈ હું મારા પતિ સિંહકુમાર સાથે અમારા નગરે આવી અને મહેલમાં પ્રવેશ કર્યો.
સાસરે આવી મારા સસરાને પ્રણામ કર્યા. અમે સુખપૂર્વક દિવસ વિતાવવા લાગ્યા. તેવામાં વસંત ઋતુ આવી. ( અહિં ગ્રંથકાર મહારાજ ઋતુનું સુંદર વર્ણન કરે છે. પા. ૩૦) તેથી મારા પતિ સાથે વિમાનમાં બેસી અમે વનલક્ષ્મી જેવા નીકળ્યાં. ચાલતાં ચાલતાં વૈતાઢય પર્વત ઉપર નિર્જન એવા એક ઉધાનને જોયું. જ્યાં ચંપકવૃક્ષની સુંદરતા જોઈ એક પુષ્પ મારા આભૂષણ માટે લાવવા મારા પતિને જણાવ્યું જેથી તેમણે કહ્યું કે–અહિં એક તપસ્વી મહાક્રોધી મુનિ રહે છે, તેમને દુઃખ આપનાર પુષ્પને તેડવું ઉચિત નથી, પરંતુ મારો આગ્રહ જોઈ મારી સ્ત્રી પિતાને પ્રાણ ત્યાગ કરશે અને તેના વિરહે હું પણ મૃત્યુ પામીશ તેના કરતાં મુનિના ક્રોધથી મને ભલે દુ:ખ પ્રાપ્ત થાય, પણ તેણીને : દુઃખ ન થાઓ એમ વિચારી મારા પતિએ જણાવ્યું કે આ કાર્ય કરવાથી તું દુઃખમાં પડશે અને જનતા કહેશે કે સિંહકુમાર ડાહ્યો હોવા છતાં મૂખની જેવું આ આચરણ કેમ કર્યું ? (પરંતુ ભાવી : ભાવ બળવાન છે તેને કોઈ મિથ્યા કરી શકતું નથી.) પછી સિંહકુમારે એક પુષ્પ લાવી આપ્યું. તે જાણી તપસ્વી બોલ્યો કે-હે પુરુષાધમ ! મારા ઈષ્ટદેવની પૂજાને યોગ્ય પુષ્પને તારી સ્ત્રી માટે કેમ ગ્રહણ કયું? કોધવશ થઈ તેણે શાપ આપ્યો કે-મારા તપના પ્રભાવે સિંહ હોવા છતાં તું હરણું બની જા. આ શાપ આપવાથી મારા પતિ હરણું બની ગયા. અને સાથોસાથ તાપસે કહ્યું કે તારા સ્વામીના મૃગરૂપે દર્શન - સિવાય તું તેની સાથે વાણીથી પણ વિષયસુખ ભોગવી શકીશ નહિં. આ વૃતાંત સાંભળી ભુવનભાનું રાજા ગળગળો થઈ જાય છે, કારણ કે “ ઉત્તમ પુરુષોને ધર્મ જ એ છે કે તે પારકાના દાખે દુખી બને છે તેમજ પોતાના દુઃખમાં પણ હૈયે ધારણ કરે છે.
મારા પતિના કથન ઉપર શ્રદ્ધા નહિ રાખવાથી હવે આ દુ:ખ કોને કહેવું ? મારા પિતા પણ , તાપસ લોકોને કંઇ કરી શકે તેમ નથી. મારા સસરા પણ પિતાને કાળ કેમ વ્યતીત કરશે ? ભારા માટે શું કહેશે ? આવી હઠ કરવાથી મેં સ્ત્રી સમાજને પણ કલંક્તિ કરેલ છે. હવે મારા સ્વામીને છેડીને . ક્યાંય જવાય નહિં માટે તેની સેવા કરવા અહિં જ રહેવું પડશે.
પછી મેં તાપસ પાસે જઈ તેની ક્ષમા માગી અને કહ્યું કે--મને શિક્ષા કરવી હોય તે કરે, પણ મારા હઠાગ્રહથી મારા પતિએ એક પુષ્પ લીધું છે તે હે પૂજ્ય ! મારા પતિને આપેલ શાપ દૂર કરે. મારી આજીજીથી ક્રોધ રહિત બનેલ તાપસ કહે છે કે-ઋષિઓએ આપેલ શાપ કદી મિયા થતું નથી. પરંતુ તે આગ્રહથી એક ઉપકાર કરું છું કે-ભુવનભાનુ રાજવી જ્યારે તારી નાની બહેન ભાનુશ્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com