SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ર પ્રસ્તાવના થયા અને રત્નથી ભાગપરપરા પ્રાપ્ત થઈ.”) હવે યક્ષ અંતર્ધાન થયા, રાત્રિ પણ પસાર થઇ જેથી અરુષ્ણેાધ્ય થતાં રાજા આગળ ચાલતાં મધ્યાન્હ સમયે એક સરાવર જોઇ, સ્નાન કરી ખેરસલીના પુષ્પવર્ડ યક્ષે આપેલા રત્નની પૂજા કરી તેવામાં તેણે સાત માળવાળા પ્રાસાદ, શય્યાવાળા પલંગ અને એક મનહર અને જોઈ, હે પુણ્યશાળી ! દિવ્ય રસાઇ, સ્વાષ્ટિ સુગંધી શીતળ જળ તૈયાર છે, તેને ઉપયોગમાં લઈ સાક કરી. એમ તેણીના કહેવાથી રાજાએ તેને ઉપયોગ કર્યાં, તાંબૂલ આપી તે સ્ત્રી અદ્રશ્ય' થતાં પલંગ ઉપર બેઠેલા રાજા વિચારે છે કેઆવા શૂન્ય મહેલમાં રહેવાથી શુ ? એમ વિચારી રાજા ચાલ્યા તેવામાં સ અદ્રશ્ય થાય છે જેથી રાજા રત્નને પ્રભાવ છે અને ખરેખર રન, મંત્ર અને ઔષધિને પ્રભાવ ન ચિતવી શકાય તેવા હોય છે, એમ વિચારે છે, પ્રમાણે વિચારો, અટવીમાં ભ્રમણ કરતા તે વીણાના નાદ સાંભળે છે અને ઊંચે જોતાં તેને અનુસારે આગળ ચાલતાં જાણે હાસ્ય ન કરતા હોય તેવા વૈતાઢ્ય પર્વત જીવે છે. તે પર્વત ઉપર ચડતાં રાજા સાત માળવાળા પ્રાસાદને અને તેમાં પલંગ પર બેઠેલ એક પ્રૌઢ સ્ત્રીને વીણાના તતુને બરાબર કરતી જુવે છે અને સ્રનાં રૂપને જોતાં તેના દરેક અવયવનુ રાજા અલકારિક સુંદર વન જે છે તેનું ચિંતવન કરે છે જે વાંચવા જેવુ છે. (પા. ૨૪) આ તે આ ઊભી થઈ. તેને ઉચિત આસન આપી રાન્તના સત્કાર કરે છે અને રાજા પૂછે છે કે-આપ સુકુમાર છતાં આવા નિર્જન વનમાં એક્લા કેમ છે ? તેડ્ડી કહે છે કે—તું વિધાધરી છું, હું તમને શુ' કહુ' ? મહાભયંકર 'એવા દુ.ખમાં મારા પ્રિય જનને મેં નાખ્યા તેનુ કળ હું ભોગવું છું, તે વખતે તેણીતુ ડાબું અંગ ફરકે છે તેથી તમને વૃત્તાંત કહેવાથી મારું સારું' થશે એમ કહી પોતાનુ વૃત્તાંત જણાવતા કડે છે કે-વૈતાઢય નામના પર્વત ઉપર કનકપુર નગરના કનકરચ વિદ્યાધરેન્દ્રને કનશ્રી નામની ભાર્યાંને ઘણા પુત્ર ઉપર હું પ્રથમ પુત્રી જન્મી અને મારું નામ શૃંગારમજરી રાખ્યુ’. બહુા વખત પછી મારા માતપિતાને ખીજી પુત્રી થઇ તેનુ નામ ભાનુશ્રી રાખ્યું. તેણી મારા કરતાં અધિક રૂપવાન ડેવાથી મારી માતાને પ્રેમ તેના ઉપર અધિક હતા એમ કહી, એક પાટીયા ઉપર ભાનુશ્રીનું ચિત્ર હતું. તે બતાવતાં રાજા તન્મય બની જાય છે. પછી અમારા પિતાનાં આદેશથી અમે તે ક્યાભ્યાસ કરતા હતા પરંતુ મારા કરતાં ભાનુશ્રી વીણુાવાદનમાં વિશેષ નિપુણુ બની. એક વિસ અમે બને હેંને રતિમદિર ઉદ્યાનમાં ગયા. જ્યાં ભાનુશ્રી સખીએ સાથે અને હું એકલી નર્જીક રહેલા વૃક્ષાનાં પુષ્પો ચુંટતા હતાં તેવામાં, એક ભ્રમરે મારા હૈ!ઠ ઉપર ડ ંખ દીધો, કે જે મેં દૂર કર્યા, પરંતુ આ સ` વિમાનમાં બેઠેલા એક યુવાન વિધાધરે જોઇ મારી સામે હાસ્ય કરી મને ઉદ્દેશી કહ્યું કે-હે કલ્યાણી ! તુ' આ ભ્રમર પ્રત્યે કાપ ન કર કારણ કે તું સ્તનરૂપી ગુચ્છાવાળી, અધરરૂપી પક્ષવવાળી લતા છે. આ પ્રમાણે કામદેવનાં બાણુથી વિંધાયેલ તે મને કહેવા લાગ્યા કે તારે કંઇ કહેવું હોય તે કહે, કારણ કે હુ' કુસુમસાર નગરમાં જાઉં છું. ત્યાં વિરહથી મારા પિતા દુઃખી થઇ રહ્યા છે એમ ખેાલી તેણે વિમાન ચલાવ્યું. મે ઊંચે જોતાં તેણે મારી તરફ નજર કરી. મેં ક્રાધ પૂર્ણાંક તેને જોતાં તેણે નીચે આવી મને કહ્યું કે હે 'દરી ! મારી અપરાધ ક્ષમા કર્ અને તારા સ્નેહજન્ય ક્રોધથી કૃતાર્થ થયેલા હું હવે તારા આદેશ મળ્યા પછી જ અહીંથી જઈશ, પછી મેં તેને પુષ્પો આપ્યા. તે લઇ આલિંગન આપી તેણે મને છેડી દીધી. પછી ભાનુશ્રીના ખેલાવવાથી હું તેણીની પાસે ગઇ. ભાનુશ્રી મને કહે છે કે-તારા પાસે હુ` પુષ્પ જોતી નથી અને તું વ્યગ્ર કેમ દેખાય છે? મારી સત્ય હકીકત કહીશ તા મારી માતાને કહી દેશે તેમજ તેણીને પુરુષ સંબંધી હકીકત ગમતી નથી જેથી ભ્રમરે ડ ંખ દીધાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy