________________
પ્રસ્તાવના
કરી શક્યો નહિં તે જ મારા હાસ્યનું કારણ છે. રાજા કહે-તે ચોરનારને બતાવો તે મારે પુરુષાર્થ બતાવું. યક્ષે કહ્યું કે-હે રાજ! શૃંગારમંજરી નામની વિધાધરીએ મારી લાંબા વખત સુધી આરાધના કરીને ગઈ કાલે મારી પાસે પ્રાર્થના કરી કે કઈ ઉપાયે ભુવનભાનું અહિં આવે તેમ કરો, જેથી મેં અધરૂપે તારી નગરીમાંથી તારું હરણ કર્યું છે. તેને અહિં મેં કઈ પ્રકારને ઉપદ્રવ કર્યો નથી, ત્યારે ભુવનભાનું પૂછે છે કે તમારી ભૂમિમાં કોઈ મનુષ્યને કેમ રહેવા દેતા નથી ? એટલે યક્ષ પિતાને વૃત્તાંત જણાવતાં કહે છે કે-પૂર્વભવમાં હું તાપસ હતું અને મારી પ્રિયા મારી સેવા કરતી હતી. તેણીને એક માસને ગર્ભ છતાં દીક્ષા ગ્રહણ કરવામાં વિદ્ધ થશે તેમ જાણી તે વાત મને જણાવી નહિં. કેટલાક ક્વિસ પછી તે ગર્ભાધાનની હકીકત મેં કુલપતિને જણાવતાં તેણે એકાંત સ્થાન આપ્યું. જેમાં તેણીએ એક સદશના નામની પુત્રીને જન્મ આપ્યો અને તેણીની માતા છેડા વખત પછી અનુચિત આહારનાં કારણે મરણ પામી. તેના પુછયે વનદેવીએ તેને ઉછેરી. તેણીના દર્શન વિના હું રહી શકતે નહે. અનુક્રમે તે યૌવનમાં આવી
કોઈ એક દિવસે અશ્વથી હરણ કરાયેલ કોઈ રાજ તેણીનું રૂપ જોવા અહિં આવ્યું. મારી પુત્રી પણ તેનામાં આસક્ત બની અને તાપસ લો કે જ્યારે સમાધિસ્થ બન્યા ત્યારે મારી પુત્રીનું તે રાજાએ હરણ કર્યું. ધ્યાનમાં રહેલા મેં તેણીને ત્યાં નહિ જોવાથી હું મૂચ્છ પામીને છેડા વખત પછી સચેત થશે. તેની શોધ કરતાં તે નહિ મળવાથી હું ક્ષિા રહિત બનેલે મૃત્યુ પામી અહિ યક્ષ થશે. મારી, પુત્રીના પ્રસંગને યાદ કરી હું કોઈને આ વનમાં પ્રવેશ કરવા દેતા ન હતા પરંતુ તાપસ લોકોના અતિથિ માટે મને આગ્રહ થવાથી મેં જણાવ્યું કે અતિથિ દિવસે રહી શકશે; રાત્રિના નહિં. તેવી કબુલાત લીધી. હવે મારી પુત્રી સનાનું હરણ કરનારને જ્ઞાનથી જાણી, જયકતિ નામના રાજાના ચંદ્રપુર નામના નગરમાં ધૂળની વૃષ્ટિ કરતાં ક્રોધપૂર્વક મેં સર્વને ઈષ્ટદેવનું સ્મરણ કરવા જણાવતાં ધૂપથી લેકેએ મારી પૂજા કરી. અને તેઓનું રક્ષણ કરવા જણાવતા તે નિરપરાધી લોકોને નહિં હણવાને વિચાર કરી રાજાને જણાવ્યું કે–તેં મારી પુત્રીનું હરણ કર્યું છે માટે તેને હમણાં હસું છું. મારી પુત્રી તે વખતે કહે છે કે-મારો અપરાધ છે. રાજાને નથી. તેવામાં સુદર્શનને ઉછેરનાર વનદેવી પ્રગટ થાય છે અને મને કહે છે કે-અશ્વને બહાનાથી આ રાજાને વનમાં લાવી, મેં સુર્શનને તેને અર્પણ કરી છે. પછી તાપસ પ્રસન્ન થઈ ત્યાં સુવર્ણની વૃષ્ટિ કરે છે. પછી હું તથા વનદેવી પિતાને સ્થાને ચાલ્યાં ગયાં. રાજા જયકીર્તિએ તે સ્થળે યક્ષમંદિર બંધાવી ભારી વિશાળ પ્રતિમા પધરાવી ત્યારથી હું રાત્રિના સમયે કોઈને વસવાટ કરવા દેતા નથી.
પછી મનુષ્ય પ્રત્યે રોષ દૂર કરવા અને કોઈ મનુષ્ય કષ્ટને અંગે અહિં આવી ચડે તે તેનું રક્ષણુ કરવા” (જગતમાં અપકાર કરવા તે પણ શક્તિવાન છે પરંતુ ઉપકાર કરવાને ઈદ્ર પશુ સમર્થ થઇ શકતા નથી” માટે મારી જિંદગી લઈ લ્યો અને તેને જીવિતદાન આપે. આ રીતે રાજા ભવનભાનુએ વરદાન માંગવાથી યક્ષે કાયમ તેમ કરવા અને તમારા આગમનથી આ વન પવિત્ર થયું છે. તેમજ મારું જીવિત સફળ બન્યું છે અને તમારા આગ્રહથી મને પણ આ વિષયમાં શાંતિ થઈ છે, એમ કહી પછી યક્ષ રાજાને કંઈ વરદાન માંગવા યક્ષ જણાવે છે. રાજાના નહિં માંગવા છતાં યક્ષ ભુવનભાનુ રાજાને ભોગાદિ સામગ્રીને પૂરનાર એક ચિંતામણી રત્ન અર્પણ કરે છે અને સંકટ સમયે સ્મરણ કરવાથી હું તમને સહાય કરીશ એમ કહે છે. (જીએ પુણ્યને અંગે આપત્તિ પણ ઉત્સવમ બને છે.) (મંત્રના પ્રભાવથી ઉપદ્રવ સમૂહ નષ્ટ થયે, યક્ષરાજ આરાધન વગર પ્રત્યક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com