________________
( ૮૪ )
મેતાર્ય પાડયું. જુવાન થતાં વણિકની આઠ કન્યા અને શ્રેણિક રાજાની પણ એક કન્યા પર. બાર વરસ સુધી દેવનાં જેવાં સુખ ભેગવી, દેવતાના વચનથી પ્રતિબધ પામી શ્રી મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી. પછી ઘણા દેશમાં વિહાર કરતાં એકદા રાજગૃહનગરમાં સોનીને ઘેર આહાર લેવા આવ્યા. સેનીએ શ્રેણિક રાજાને માટે દેવપૂજા સારૂ એક સો આઠ સેનાના યવ ઘડીને મૂક્યા હતા, તેને સેન આહાર લેવા ઘરમાં ગયા તેટલામાં કૌંચ પક્ષી આવી દાણાની ભ્રાંતિથી ખાઈને ભીંત ઉપર જઈને બેઠે. પેટમાં ભાર થવાથી ઊડી શકનહિ.સોની સાધુને માટે શુદ્ધ આહાર લઈ ઘરથી બહાર આવ્યો અને જુવે છે તે ત્યાં સેનાને એક પશુ યવ દીઠે નહિ. ત્યારે તેણે સાધુને ચાર જાણી પૂછયું. “અહીં જવા પડ્યા હતા તે કેણુ લઈ ગયું ?' ત્યારે સાધુએ વિચાર્યું કે “કૌંચ પક્ષીએ ખાધા છે એવું જે હું એને કહીશ તે એ મારા વચનથી તે પક્ષીને મારી નાંખશે તેથી પિતે મૌન રહ્યા. સેનીને ક્રોધ ચડ્યો અને લીલી વાધરથી મુનિનું માથું વીંટી તેમને તડકે ઊભા રાખ્યા. આની વેદનાથી સુનિની આંખો નીકળી પડી તેથી ઘણું જ વેદના થઈ, પણ મનમાં લેશમાત્ર દ્વેષભાવ આ નહિ. શુકલધ્યાને ચઢતાં અંતકૃતકેવળી થઈ મેણે ગયા. આ રીતે પ્રાણાંત કષ્ટ પડે તે પણ મુનિ મનમાં જીવદયા જ ધારે પણ શરીરની કંઇ પણ દરકાર ન કરે-એ સમયિક સામાયિક. | મુનિ કાળધર્મ પામ્યા પછી એક કઠિયારે લાકડાને ભારે ત્યાં પછાડ્યો, તેમાંથી એક ચીર ઊડીને તીરની જેમ પેલા પક્ષીને વાગી તેથી તેણે જવ વમી નાખ્યા. તે જોઇ સેનીને રાજભય લાગે એટલે તે મુનિવેષ લઈ ચાલી નીકળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com