________________
( ૮૩)
નીચે ઉતરી, શુભભાવે ત્રણ પ્રદક્ષિણા દઈ મુનિશ્રીને વંદન કયુ , અને ત્યારપછી તે મુનિનું રાજ્યવસ્થા વખતનું બળ અને અત્યા૨નું ચારિત્રબળ જોઈને તેમની સ્તુતિ કરી તેઓ રાજવાડીમાં ગયા. પાછળથી કારો આવ્યા, તે વખતે તેમાંના મોટા દુર્યોધને તે મુનિને તિરસ્કારપૂર્વક માઠાં વચન ઉચ્ચારીને તેમના સામું એક બીજેરૂં (ફળ) કર્યું. રાજાનું જોઈને સાથે બીજ સેનિક અને એ પણ મુનિની સામે લાકડાં તથા પથર ફેંકીને તે મુનિની ચારે તરફ એક એટલા જેવું કરી દીધું. મુનિનું શરીર ઢંકાઈ ગયું. પાંડવો રાજવાડીમાંથી પાછા ફરતાં જુએ છે તે મુનિ ઢંકાઈ જવાથી દેખાયા નહિ, એટલે લોકોને પૂછવા લાગ્યા કે “ અહિંથી મુનિ કયાં ગયા ? ” લોકોએ કૌરવની દુષ્ટા કહી સંભળાવી. ત્યારે પાંડવેએ તુરત સેવકોને કહી લાકડાં, પથરા વગેરે કઢાવી નંખાવી મુનિરાજને બહાર કાઢી નમસ્કાર કર્યો અને પછી પોતાને સ્થાનકે ગયા. મુનિરાજને પાંડ તરફથી માન મળ્યું અને કૌરવો તરફથી અપમાન મળ્યું તે પણ ઉક્ત મુનિશ્રીએ બંને ઉપર સમપરિ@ામ રાખે.
૨ સમયિક-સામાયિક-દયાભાવ ઉપર દષ્ટાંત
શ્રાવસ્તિ નગરીમાં વરદત્ત નામે બ્રાહ્મણ વસતો હતો. તેણે વૈરાગ્યથી દીક્ષા લીધી, પણ દીક્ષા પાળતા સતા કુળના મદને ત્યાગ કરી શકશે નહિ તે મરણ પામી દેવતા થયા અને ત્યાંથી આવી રાજગૃહી નગરીમાં કુળમદના વેગથી ચાંડાળના કળમાં આવીને ઉપજ્યારે તે ચાંડાલણથકી જખ્યો. ત્યારે તે જ નગરીમાં ધનદત્ત શેઠની સ્ત્રીને છોકરાં આવતાં તે મરેલાં અવતરતાં તેથી પિતાને સંતાન ન હોવાથી ગુપ્તપણે ચાંડાલણીએ આવી, દ્રવ્ય લઈ પિતાને પુત્ર શેઠને આપે. શેઠે લઈ લીધે. પછી તે છોકરે અનુક્રમે શેઠને ઘેર મટે થયો અને નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com