________________
( ૧૭ ) ફુલણજી થઈ ફરવું નહીં લેશિયા થઈ ધૂતારાથો ફસાવું નહીં. બહુ વિચાર કરીને બીજાને વિશ્વાસ કર. હંમેશની સાદાઈ છેડવી નહીં. ધનવૈભવન ભરતી કે એટ પ્રસંગે ગંભીરતા છોડવી નહીં. અર્થશાસ્ત્રના કરકસરના નિયમે જાણવા. ભલમનસાઈ તજવી નહીં, ભેળા થઈ ગાંડામાં ખપવું નહીં. ખપ પડે ત્યારે ગમે તેવા નર પાસેથી મોઠાશ અને યુક્તિથી કામ કઢાવી લેવું, પરંતુ કેઈને છેતરીને કામ લેવું નહીં. પૈસાના લેશે અસત્ય પક્ષમાં ઊભા રહેવું નહીં. નેકરી, અમલદારી કે શેઠાઈ કરતાં પિતાની ફરજને ભૂલવી નહિ. દાણચોરી કદી પણ કરવી નહીં. ધનને અર્થે શરીરને જોખમમાં નાંખવું નહીં. વ્યાપાર એવી યુક્તિથી કરો કે જેથી ગ્રાહકે પોતે જ સદા ય ગરજવાળા રહે. લેણદાર પાસે નગ્ન થવું, દેણદારો પાસેથી યુક્તિથી હાથ કાઢી લેવો. શાખ સારી રાખવી. હિંમતે બહાદુર થવું. ઉદ્યમમાં આગળ વધવું, કાર્યમાં કાયરતા ન રાખવી. આજુબાજુના સંયેગે જે વિચારી વ્યાપાર કર, કરેલ વ્યાપાર કે લેણદેણુ વિગેરે બધી બાજુ પર ધ્યાન આપતા રહેવું. પ્રમાણિક ગુમાસ્તાઓની કદર બુઝવી. છેલ્લી અવસ્થામાં નિવૃત્તિ પમાય તેટલે ધનને સંચય કરો.
બે ઘડી દિવસ બાકી રહે તે પહેલાં વ્યાપારાદિથી નિવૃત્ત થઈ, ભૂખ હેય તે સાંજનું સાદું ભોજન કરવું. પછી થોડે વખત ખુલ્લી હવામાં ફરવું. જિનચૈત્યે દર્શનને ભાવના કરી દિવસ સંબંધી પાપનું પ્રતિક્રમણ સ્થિરચિત્તે વિધિપૂર્વક કરવું. દિવસના નિયમને વિચારી સંક્ષેપવા અને રાત્રિને ગ્ય નિયમો ધારવા. ત્રિભોજન વર્જવું. બની શકે તે ચઉવિહારનું પચ્ચખાણું કરવું, નહીં તે છેવટે દુવિહારનું પચ્ચખાણ તે જરૂર કરવું. આત્માના હિતાહિતનું સરવૈયું કાઢવું. જિજ્ઞાસુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com