________________
( ૫૬ ) પણને ધંધે કદી પણ કરવો નહીં. જિંદગીનું વેચાણ કરવું નહીં.
જ્યાં સુધી બને ત્યાં સુધી ગમે તેટલા લાભને ખાતર પણ નોકરી કરવી નહીં, નિરુપાયે કરવી પડે તે મૂર્ખ, બેકદર, કૃતળી, શઠ, અપ્રમાણિક, ક્રોધી અને મિથ્યાભિમાની શેઠની નેકરી તો કદી પણ કરવી નહીં અને એવાની આગેવાની નીચે પણ નેકરી કરવી નહીં, જેમ બને તેમ થડે પણ સ્વતંત્ર ધંધો કરે.
શેઠાઇ, અમલદારી અને મોટાઈ મળે તે ખુશામતનાં માં ' ન બનવું. “ બેટ દમામ અને દેર ન વાપર.” મિથ્યાભિમાનમાં અંધ ન બનવું. પરના ભલાને માટે યથાશક્તિ ત્રિકરણ ચગે સહાયક થવું. પોતાની બધી મિલક્ત વ્યાપારમાં રોકવી નહીં, પણ ઓછામાં એછે ત્રીજો ભાગ તો પોતાના ઘરમાં સીલીકે અવશ્ય રાખો. માલ ગીરો મૂકી વ્યાજ ચઢાવવા કરતાં માલને વેચીને નાણાં કરવાં એ વધારે સારું છે. કેઈની થાપણ રાખવી નહીં અને તમારી થાપણ કોઈને ત્યાં મૂકવી નહીં. જરૂર પડે તે પ્રમાણિક ગૃહસ્થને ત્યાં લાયક સાક્ષીઓ રાખી, સામાની સહી લઈ કાયદાને યોગ્ય ચોકકસ ચેખવટ કરીને જ બીજાને ત્યાં થાપણ મૂકવી.
અભય, ઝેર, લેહ, દાંત, ચામડું, શસ, કેશ અને ચાપડ (સ્નિગ્ધ) વસ્તુઓને વ્યાપાર બને ત્યાં સુધી કર નહીં. ન ચાલે ત્યારે છેવટે ગમે તે વસ્તુને વ્યાપાર કે કેની સેવા બજાવીને પેટ ભરવું, પણ યાચવું નહીં. ઉડાઉપણામાં, અતિ સુખશીલપણામાં કે લેકની કીર્તિમાં નિરર્થક નાણાને વ્યય કરે નહિં. સન્માર્ગે કુટુંબી કે આશ્રયી જનના પોષણાર્થે શક્તિના પ્રમાણમાં ઉદારતાથી ખર્ચ કરવો. આવકથી ખર્ચ એછે રાખો. વેષ અને દેખાવ પિતાની શક્તિ તથા આબરુને યોગ્ય રાખવે. ઉભટ વેષ રાખો નહીં, તેમજ કંજુસાઈથી ચીંથરેહાલ રહેવું નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com