________________
( ૧૦ )
સ્વસ્થપણે, નિર્ભય સ્થાનમાં, અવિષમ ભૂમિ પર, સ્વચ્છ શગ્યામાં, પરિમિત નિદ્રા માટે એકલા સૂવું. પરોઢીએ ઊડવું. શચ્યા ત્યાગી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનો જાપ કરો. પોતાની જાતિ, ઉત્પત્તિ, શુદ્ધ સ્વરૂપ, શરીર કુટુંબાદિને સંબંધ અને ત્યાગ કરવા ચગ્ય તથા ગ્રહણ કરવા યોગ્ય વસ્તુનો એકાગ્રતાથી બરાબર વિચાર કરવો. પૂર્વના પાપને પશ્ચાત્તાપ અને પ્રતિક્રમણ કરવું. ચિાદ નિયમે ધારવા. આજના દિવસને યોગ્ય કાર્યને અનુક્રમ મુકરર કરવો. ગત દિવસના અપૂર્ણ રહેલા આવશ્યક કાર્યને આજના કાર્યક્રમમાં મૂકવા. બીજા લાખે કામ મૂકીને પણ હંમેશ ચાર ઘડી સ્વાધ્યાય ધ્યાન કરવું (ભણવું-ભણાવવું. વાંચવું-વંચાવવું, વિગેરે અવશ્ય કરવું.) માફકસર કસરત હંમેશ કરવી. આજે પૂરા કરવા ચગ્ય કાર્યો આજે જ કરવાને દ્રઢ સંકલ્પ કરવો. પ્રભાતે ઊઠી મળત્યાગપૂર્વક યથાયોગ્ય દેહશુદ્ધિ કરીને જિનમંદિરે જઈ, પ્રભુદર્શન, ચૈત્યવંદન પ્રમુખ આનંદ અને ઉત્સાહ સહિત મૂળ ઉદ્દેશને લક્ષ્યમાં રાખી વિધિના ખપી થઈને કરવાં. પછી ગુરુને યથાવિધિ વંદન કરી યથાશકિત બાદા તપનું પ્રત્યાખ્યાન કરવું. અચપળ ભાવે ધર્મોપદેશ સાંભળી, વિચારી (મનન કરી) પિતાની ખામીઓ કમી કરવા બનતું લક્ષ્ય રાખવું.
ઘરમાં દશ ઠેકાણે ચન્દુવા, વચછ હવા અને સૂર્યના પ્રકાશનું આવવું, સામાન વિગેરેની સાફસુફ અને સવચ્છતા, રસોઈ કરનાર અને પાણી ભરનારની યતના સાથે સુઘડતા, સાત્વિક ભક્ષ્ય અને નિર્જીવ વચ્છ ભેજનના પદાર્થો, વિશ્વાસ એગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com