________________
( ૨૫ )
(૩) કર્મવશ પ્રાપ્ત થયેલ સંસારને કેવળ કારાગ્રહ અથવા નરક સમાન લેખી, પ્રામસુખદુઃખમાં સમભાવ રાખી સંસાર બંધ નથી મુક્ત થવા તીવ્ર અભિલાષા રાખવી. (નિર્વેદ) A (૪) દીન-દુઃખી અનાથ જનેને યથાચિત અન્ન વસ્ત્રાદિકની સહાય કરવારૂપ દ્રવ્ય દયા અને એગ્ય જીને ધર્મના માર્ગે ચડાવી કાયમ માટે તેમને દુખમુક્ત કરવારૂપ ભાવ દયા સદા ય દિલમાં ધારવી. અંતર લક્ષથી કરવામાં આવતી ઉભય દયા હિતકારી જ છે. (અનુકંપા).
(૫) સર્વથા–રાગદ્વેષ વજિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેવર ભગવાને જે જે અમૃત વચન કહ્યાં છે તે સર્વથા સત્ય જ છે. એવી અચળ શ્રદ્ધા અત્યંત આદરથી સેવવી યુક્ત છે.( આસ્તિકતા)
(ર) પવિત્ર જિનશાસનને દીપાવનાર, જિનાજ્ઞાને અખંડ ધારણ કરનાર અને સમસ્ત ગુણના આધારરૂપ શ્રી તીર્થંકર ભગવાનને પણ માન્ય શ્રી ચતુર્વિધ સંઘનું પૂર્ણ પ્રેમથી વાત્સલ્ય કરવું. પ્રભુની પવિત્ર આજ્ઞાને પ્રાણની જેમ પાળનાર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રી સંઘને જેમ અભ્યદય થાય તેમ લક્ષ રાખી પ્રવર્તવું.
(૭) અનાદિ મિથ્યાત્વ ને કષાય પ્રબળ પુરુષાર્થ વગર ટાળી શકાય નહીં માટે અનંત દુઃખદાયક તે દેને દૂર કરવા સર્વ સામર્થ્ય ફેરવવા ચૂકવું નહીં અને ચિંતામણિ રત્નથી પણ અધિક સુખદાયક સમ્યક્ત્વ પામી તેને પ્રાણની પેરે સાચવવું પરંતુ મૂખની પેરે તેને પ્રમાદથી ગુમાવી દેવું નહીં, કેમકે સમકિત સહિત જ સકળ ધર્મકરણી-વ્રત નિયમ પ્રમુખ મોક્ષદાયક થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com