________________
( ૨૪ )
૪. ધર્મરત્ન પ્રકરણમાં શ્રી શાન્તિસૂરિજીએ કહેલા અક્ષુતાદિક ઉત્તમ ૨૧ ગુણે આપણામાં સંપૂર્ણ ખીલી નીકળે, સુકતાદિક દેષ માત્ર સમૂળગા દૂર થઈ જાય, તેમ જ શ્રી હરિભસૂરિજીએ ધર્મબિન્દુ પ્રમુખ ગ્રંથમાં સ્પષ્ટપણે બતાવેલા માર્ગોનુસારીપણુના ૩૫ લક્ષણે (સત્ય, પ્રમાણિકતા, નમ્રતા પ્રમુખ) જેમ આપણામાં સંપૂર્ણ આવી શકે તેમ શતદિન લક્ષ રાખી સરલ અકુટિલ વ્યવહાર સેવે.
પ. પૂર્વાચાર્યવિરચિત સમ્યક્ત્વ સિત્તરીના આધારે મહેપાધ્યાય શ્રી યશે વિજયજીએ કરેલ સમકિતના ૬૭ બેલની સઝાય સારી રીતે અર્થ સહિત અવધારી સમકિતને શોભાવનારાં કારણે સદા ય સેવવાની અને મલિનતા કરનારા કારણે સદા ય તજવાની પૂરતી કાળજી રાખવી. જેમ જેમ ઉલટભર ખંતથી તેને અભ્યાસ કરવામાં આવશે તેમ તેમ આત્મામાં સ્વાભાવિક ગુણોની પ્રાપ્તિ થતી જ જશે અને અનુક્રમે ઉત્તમ પાંચ લક્ષવાળું શુદ્ધ સમ્યફૂવ ઝળહળતું આત્મામાં પ્રગટ થશે.
૬. ૧ શમ, ૨ સવેગ, ૩ નિર્વેદ, ૪ અનુકંપા અને ૫ આસ્તિક્તા આ પાંચ તેનાં ઉત્તમ લક્ષણ છે. તેને હરહમેશ સારી રીતે અભ્યાસ રાખવે. તેમાં પ્રમાદ એટલે ગફલત કરવી નહિ.
(૧) અપરાધી જીવનું પણ અંતરથી અહિત નહિ ઈચછતાં બની શકે તેટલું તેનું હિત જ થાય તેમ આપણું મન, વચન અને કાયાને સદુપયોગ કરો અને કરાવે. (શમ)
(૨) દુનિયામાં દેખાતાં દેવતા પ્રમુખનાં સુખ પણ ક્ષણ ભંગુર જાણે તેવાં સુખને પરિણામે અસાર સમજી તેમાં રતિ કર્યા વગર કેવળ મોક્ષનાં શાશ્વત સુખમાં જ પ્રીતિ જોડવી. (સવેગ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com