________________
છેશ્રાવક ધર્મવિધિ
$
(શ્રી હરિભદ્રસૂરિકૃત પ્રથમ પંચાશકનું ભાષાંતર
૧. ચરમ તીર્થકર શ્રી વર્ધમાનવામીને નમસ્કાર કરીને, સમ્યકૂવાદિક ભાવાર્થ સહિત શ્રાવક ધર્મ સૂત્ર તથા ટીકાન આધારે સંક્ષિપ્ત સરલ વ્યાખ્યાયુક્ત સૂવમર્યાદા મુજબ સંક્ષે
થી હું વાણું વીશ. આદિ શબ્દથી શ્રાવક એગ્ય પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત હું વખાણીશશ્રાવક ધર્મના અભ્યાસી થઈને દશવિધ યતિધર્મનું પાલન કરવા લાયક થઈ શકે એ હેતુથી પ્રથમ શ્રાવક ધર્મ પ્રકરણ કહીશ.
૨. અતિ તીવ્ર કર્મના વિનાશથી જે સાવધાન થઈ પરફેક હિતકારી જિનવચન યથાર્થ કપટ રહિતપણે સાંભળે છે તે અત્ર શ્રાવકધર્મવિચારના પ્રસ્તાવમાં ઉત્કૃષ્ટ શ્રાવક લેખાય છે. તેમાં પ્રથમ લક્ષણથી અને ફળથી સમ્યકત્વનું નિરૂપણ કરે છે.
૩. મિથ્યાત્વ મેહનીય કર્મના દળને ક્ષય, ઉપશમ કે - થશમ થવાથી, સર્વજ્ઞકથિત જીવાદિક તવેની યથાર્થ શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ પ્રકટે છે, એટલે તેમાં અસત આગ્રહ-દુરાગ્રહ રહેતા નથી અને અશ્રુષાદિક ગુણે અતિશય વધે છે. તે શુશ્રુષાદિક ગુણેને જ શાસ્ત્રકાર વખાણે છે.
૪. સદોષકારી ધર્મશાસ્ત્ર સાંભળવાની ભારે ઉત્કંઠા, શ્રતચારિત્ર લક્ષણ ધર્મ પ્રત્યે અત્યંત રાગ અને યથાસમાધિ-પ્રસન્નતાપૂર્વક દેવગુરુની સેવા-ભક્તિ કરવામાં અતિ આદર, સમકિત પ્રાપ્ત થયે થાય જ.ફક્ત અશુવ્રતાદિક વ્રતપ્રાપ્તિ માટે ભજના એટલે તે વ્રતે સમકિત પ્રાપ્ત થયે કદાચિત પ્રાપ્ત થાય અથવા ન પણ થાય. તે ભજનાનું કારણ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com