________________
( ૧૫ )
ગ્રહસ્થોએ સ્વધર્મની રક્ષા માટે પાળવા ગ્ય
પવિત્ર નિયમ ઉપરનાં અનુષ્ઠાને પાળવામાં મદદગાર થઈ શકે તે સારુ કેટલાએક સામાન્ય નિયમ નીચે દર્શાવીએ છીએ દરેક ગ્રહ
એ હમેશાં તેને નજર સામે રાખી તે પ્રમાણે વર્તવાથી પિતાનો ગૃહસ્થ ધર્મ ઉજજવળ થઈ શકશે એ નિ સંશય છે.
૧. સુશ્રાવક જનેએ ન્યાયનીતિવાળા ગમે તે શુભ વ્યાપારાદિ વ્યવસાયવડે દ્રવ્ય ઉપાર્જન કરી આજીવિકા ચલાવવી, સ્વકુટુંબનું પોષણ કરવું, માતપિતાદિની સેવાભક્તિ કરવી, નમ્રતા રાખવી, કૃતજ્ઞ અને પરોપકારી થવું, તથા લજજાળું, દયાળુ, ગંભીર અને નિષ્પક્ષપાર્ટી બનવું.
૨. આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખવું, સ્થિતિ પ્રમાણે જ સંભાળીને ચાલવું, ઇંદ્રિયદમન અને કરાયનિગ્રહ કરવા વધારે લક્ષ રાખવું. જ્ઞાનીને પગલે ચાલવું.
૩. સુખ-દુઃખસમયે હર્ષભેદ વગર ઉદાર સિંહવૃત્તિ ધારવી, નીચવૃત્તિ આદરવી નહિ અને *વાન જેવા ડરકણું થવું નહિ.
૪. મદનશે ચઢે એવું કાંઈ ખાવું-પીવું નહિ, આળસુસુસ્ત થઈને બેસી રહેવું નહિ. અને નકામી વાતેના તડાકા મારી કે પારકી કુથલી કરી કિંમતી વખત ગાળવે નહિ.
૫. શુદ્ધ દેવ અરિહંત, શુદ્ધ ગુરુ-સાધુ નિગ્રંથ અને શુદ્ધ ધમ સર્વશભાષિત જ છે, એવી દઢ શ્રદ્ધા રાખી, તેની જ સેવાભક્તિ તન-મન-ધનથી કરવા કાયમ લક્ષ રાખવું.
૬ શુદ્ધ દેવ-ગુરુની સેવાભક્તિ (દર્શન, વંદન, પૂજા, સ્તુતિ, સ્તવનાદિ) પ્રસંગે શરીર, વસ્ત્ર, મન, ભૂમિ, પૂજેપકરણ, ન્યાયદ્રવ્ય અને વિધિ એ સાત પ્રકારની શુદ્ધિ કરવા ( સાચવવા) ખાસ લક્ષ રાખવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com