________________
( ૧૪ )
અનર્થદંડ થાય છે એમ સમજી સુજ્ઞોએ એનાથી પાછા ઓસરવું.
૧૦. દરેક શ્રદ્ધાલુ શ્રાવક-શ્રાવિકાએ હરહંમેશ જેમ સમતા ગુરુની વૃદ્ધિ થાય તેમ શુદ્ધ ભાવથી સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુ દર્શન, પૂજા, સેવા, ભક્તિ, દેવવંદન, ગુરુવંદન, શાસ્ત્રશ્રવણ, મનન, નિદિધ્યાસન, વિનય, વૈયાવચ્ચ, સત્સંગ, તીર્થયાત્રા, શાસનપ્રભાવનાદિક ઉત્તમ ધર્મકરણી વક્તવ્ય સમજીને જાતે કરવી, કરાવવી અને અનુમેદવી જોઈએ. સમતા-સામાયિકનું તે વ્યસન પાડવું ને વધારવું.
૧૧. હરહંમેશની ધમકરણ ઉપરાંત અષ્ટમી, ચતુર્દશી પ્રમુખ પતિથિ જોગે કંઈ સવિશેષ કરવા લક્ષ રાખવું. વ્રત પચ્ચખાણુ રુચિથી આદરવા અને તે બરાબર પાળવાં. ધર્મશાસ્ત્ર ચિત્ત દઈને વાંચવા યા સાંભળવા. વળી બનતાં સુધી ઉપવાસ, આયંબિલ, નીવી, એકાસણાદિક તપ કરે, શરીરસત્કાર તજ, શુદ્ધ શિયલ પાળવું અને સર્વથા પાપવ્યાપારને ત્યાગ કરવો-એ રીતે નિજ ગુણની પુષ્ટિ માટે પિષધ કરે. છેવટે તેમાંથી યથાશક્તિ કરણ તે પ્રમાદરહિતપણે કરવાને જરૂર ખપ કરવો.
૧૨. ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાનું આ પણ એક ઉત્તમ કર્તવ્ય છે કે તેમણે ક્ષમાદિક દશ પ્રકારના યતિધર્મને પાળનારા, પાંચ મહાવ્રતને ધરનારા, સંસારની સઘળી ખટપટથી દૂર રહેનારા, સદા ય સાવધાનપણે સમતારસમાં ઝીલનારા અને નિર્દોષ (પવિત્ર) મેક્ષમાર્ગમાં ચાલનારા નિગ્રંથ-મુનિ મહાશાને નિર્દોષ (પ્રાસુક-
નિવ) આહાર, પાણી, ઔષધ, ભેષજ, વસ્ત્ર, પાત્ર અને નિવાસસ્થાનાદિ નમ્રભાવે નિઃસ્વાર્થપણે આપવાં અને તેમની પાસેથી અમૂલ્ય સબધ મેળવી તેને સાર્થક કરે. પવિત્ર તીર્થાદિકની રક્ષા કરવી, જ્ઞાન-વૃદ્ધિ કરવી અને સ્વધમી બંધુઓને બનતી સહાય કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com