________________
૮૪
આર્થિક ક્ષેત્રના ક્રાંતિકા ૧. આર્થિકક્ષેત્રે ક્રાંતિકારના ૫ લક્ષણો ૧. અર્થ ઉપર ધર્મના અંકુશને ખ્યાલ રાખે. ૨. માનવદયાથી પ્રેરિત થઈને ક્રાંતિ કરે. ૩. ઋધ્ધિ (અનાજ વસ્ત્ર વ.) સિદ્ધિ (યાંત્રિક શક્તિની સફળતા) અને સમૃધ્ધિ (સહગ દ્વારા ઉત્પાદન વ.ની વ્યવસ્થા) એ ત્રણેના રહસ્યને જાણકાર હોય, માનવહિતમાં એને ઉપયોગ કરે ૪. જીવનમાં પવિત્રતા હોય છે. પ્રાણપ્રતિષ્ઠા-પરિગ્રહને મર્યાદિત ત્યાગ કરવાની વૃત્તિ હોય. ૨. સૌથી પહેલાં ભ. ઋષભદેવે અસિ મસિ કૃષિ એ ત્રણેને સિધ્ધિ, સમૃદ્ધિ અને ધિના પ્રતીકરૂપે બતાવી, માનવજાતિના હિત માટે ૬૪ કળાઓ શીખવીને આર્થિક ક્રાંતિ કરી. ૨. ગણપતિએ ધંધાદારી કોને ગણુબધ્ધ કરીને ઋધ્ધિ સમૃધ્ધિ વધારવાની કળા શીખવી. ૩. પૃથુરાજાએ પર્વત શિખર તોડી, જમીન સમતલ કરી શ્રમદ્વારા ખેતી અને ગોપાલના વિજ્ઞાનને વ્યવસ્થિત કર્યું ૪. દિલીપરાજાએ ગોસેવા વિજ્ઞાન શીખવ્યું. ૫. સત્યકામ જાબલે ગોવંશશાસ્ત્ર ખીલવ્યું. ૬. ચન્દ્રગુપ્ત મૌર્યના મંત્રી ચાણકયે રાજ્ય વ્યવસ્થાની સાથે અર્થવ્યવસ્થા રાષ્ટ્રને દષ્ટિમાં રાખીને ગોઠવી. ૭. ભ. મહાવીરના ઉપાસકેમાં ત્રણ પ્રખ્યાત આર્થિક ક્રાંતિકાર થઈ ગયા. ૧. ઉપાસક આનંદ કૃષિ અને ગોપાલન દ્વારા અલ્પારંભી જીવન ગાળવાને પરિગ્રહ મર્યાદાને સંકલ્પ કર્યો. ૨. સકડાલ પુત્ર કુંભારે વાસણ વિદ્યા દ્વારા આજીવિકા મેળવી અર્થનીતિ શુદ્ધ રાખી. ૩. પુણિયા શ્રાવકે વસ્ત્ર વિદ્યાથી થોડુંક ઉપાર્જન કરી આર્થિક સમાનતાની પ્રક્રિયા ઊભી કરી. ૮. મૃત્સમદ ઋષિ વૈદિક કાળમાં થઈ ગયા, એમણે કૃષિ, વસ્ત્ર વગેરે વિદ્યા શીખવીને આર્થિક ક્રાંતિ કરી. ૯. જમશેદજી તાતા, દાદાભાઈ નવરોજી, ગોખલે અને રાનડેએ ભારતની ગરીબાઈ દૂર કરવા માટે ઉદ્યોગ ધંધાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com