________________
તાટસ્થ્ય અગર તેા તાદાત્મ્ય અને તાટસ્થ્યની વચ્ચેની માધ્યસ્થ્ય વૃત્તિ. કેટલીક વખત માઘ્યસ્થ્યમાં મૌન સેવવું પડે છે. અસહકાર પણ રાખવા પડે છે. આ ચારેય ભાવનાઓને યથાર્થ રૂપે સમજીને આયરવાથી વિશ્વવાત્સલ્યને માર્ગે જઈ શકાશે અને સર્વાધ્ય તથા કલ્યાણ રાજ્યને પણ એમાં સમાવેશ થઇ શકશે.
(તા. ૧૭–૧–૬૧)
વિશ્વવાસયનું વિવેચન
પ્રાણિમાત્રમાં લાંબાકાળ સુધી જીવવું અને ટકી રહેવુ, એ જે વૃત્તિ દરેક પ્રવૃત્તિના મૂળમાં પડેલી છે, તે જ વાત્સલ્યનુ· ખીજ છે; સંતાનને પેાતાને અંશ માની સંતાનતંતુ દ્વારા અનંત કાળ સુધી જીવવા કે ટકી રહેવાની ઈચ્છા પૂરી કરવામાં આવે છે, એટલે સૌથી પહેલાં સ`તાનને વાત્સલ્યનું એકમ માન્યું, પણ ધીમે ધીમે જોયું કે સમાજ, જ્ઞાતિ કે રાષ્ટ્ર દ્વારા પણ માણસને સક્રિય સહાનુભૂતિ અને સહયેાગ મળે છે, એટલે સમાજ, જ્ઞાતિ અને રાષ્ટ્ર પ્રત્યેનું વાત્સલ્ય વિકસ્યું અને ઉચ્ચ સાધકાએ તે વિશ્વના પ્રાણિમાત્રના કાળા પોતાના જીવનમાં માનીને તે ઋણ ફેડવા માટે વાત્સલ્ય આપવાનું વિચાર્યું....
માનવજાતિના પૂર્વજોએ જુદા જુદા વિષયેામાં કરેલી શોધ તથા સમાજના ધારણ, પાષણ, રક્ષણ અને સત્ત્વ સાધન માટે કરેલ સાધનાના વારસા સમાજને મળતા આવ્યા છે, તે માસને કુટુંબવાત્સલ્યથી આગળ સમાજ વાત્સલ્ય તરફ પ્રેરે છે. કુટુંબસાથે લોહીના સંબંધ છે, જ્યારે સમાજની સાથે માનસિક સબંધ હોઈ, શુદ્ધતાને વધારે અવકાશ છે, પણ વાત્સલ્ય જેની સાથે થાય, ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com