________________
કૌટુબિક ભાવ આવવા જ જોઈએ, નહિતર આત્મીયતા સધાશે નહીં. ભ. ઋષભદેવે ગૃહસ્થ જીવનમાં સાધમિવાત્સલ એટલે સમાજવાત્સલ્યની સાધના તે આચરીને સમાજને બતાવી, પછી પેાતે સમષ્ટિ વાત્સલ્ય સુધીની સાધના કરવા માટે સાધુ થયા. વર્ષીતપ કર્યું. મરુદેવી માતાને સીમિત વાત્સલ્યથી આગળની અસીમિત વાત્સલ્યની પ્રેરણા આપી. મહાત્માગાંધીજીએ વિશ્વવાત્સલ્ય સાધનાની પ્રેરણા એક જૈન સાધુ અને સદ્દગૃહસ્થ શ્રીમદ્ રાજચન્દ્ર પાસેથી મેળવી અને બ્રહ્મચર્ય વ્રત લીધા પછી આફ્રિકામાં એનું ખેડાણ કર્યું.. પછી તેા આશ્રમમાં સમષ્ટિ વાત્સલ્ય સુધીના કેટલાય પ્રયાગા કર્યા. ભ. મહાવીર સ્વામીએ વિશ્વવાસ-યની સક્રિય-પૂ સાધના જીવનમાં ચડૈકેાશિક સર્પને પ્રતિબાધ આપવા જેવા પ્રસંગા દ્વારા આચરી બતાવી હતી. મહારાજા રતિદેવને વિશ્વવાત્સલ્યની પ્રેરણા ઋષિમુનિએ પાસેથી મળી હતી, તે તેમણે દુષ્કાળ વખતે પાતે ૪૮ દિવસા સુધી ઉપવાસી રહીને, પ્રજા અને પ્રાણીઓ પ્રત્યે આત્મીયતા કેળવીને આચરી બતાવી હતી. વિશ્વવાસત્યવ્રતીને બધાં ધર્માં, જ્ઞાતિ, રાષ્ટ્રો, કુટુંબે પોતીકાં લાગે છે, એટલે વિધેયાત્મક અને નિષેધાત્મક બન્ને રીતે અહિંસાને સ્વીકાર કરીને, તે સાધક તેમાં સંશાધન અને પરિવન બન્ને કરે છે અને પ્રવૃત્તિનિવૃત્તિની સમતુલા સાચવી શકે છે. (તા. ૨૪-૭-૬૧)
૩
વિશ્વવાસલ્યનાં પાસાં
વિશ્વવાત્સલ્ય શબ્દમાં માતાના આદર્શો છે, એટલે ન્યાયને માટે બાળક ઉપર માતા નિષ્ઠુર થાય છે, છતાં તેનું માતૃત્વ લાજતું નથી, ઊલટુ' વધારે શેાભે છે, તેમજ વિશ્વવત્સલ પુરુષ બધાયની સાથે આત્મીયતા રાખે છે, છતાં આત્મીય માનેલાં જગતના અયોગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com