________________
વર્તન વખતે ખૂબ કડક પણ બને છે. સર્વોદયમાં બધાને ઉદય સાધવાને હાઈ બધા પ્રત્યે એકીભાવે રહી શકાય, પણ અંધકાર મટાડી શકાય નહીં; જ્યારે વિશ્વ વાત્સલ્યમાં અંધકાર મટાડીને ઉદય કરવાનું કામ આવી જાય છે, એટલે સહેજે જ પ્રતીકારક શક્તિને સમાવેશ આમાં થઈ જાય છે. સર્વ શબ્દ કરતાં વિશ્વ શબ્દ વ્યાપક પણ છે. ફલિતાર્થ એ થયો છે કે જગતના બધા ધર્મો, જાતિઓ, સમાજે, રાષ્ટ્ર, કુટુંબ, વ્યક્તિઓ કે પ્રાણીઓ સાથે આત્મીયતા રાખવા છતાં જ્યાં જ્યાં એ બધામાં અનિષ્ટ કે દોષ દેખાય, ત્યાં ત્યાં અનાસકત રહીને દૂર કરવામાં આવે છે. એટલે વિશ્વ વાત્સલ્યમાં એક બાજુ આત્મીયતા હાઈ પ્રવૃત્તિ થાય છે, જ્યારે બીજી બાજુ દોષોથી નિવૃત્તિ થાય છે. એક બાજુ સહકાર, તાદામ્ય કે ચિતન્યતત્વ પ્રત્યે આત્મીયતા અને બીજી બાજુ અસહકાર, તટસ્થતા કે કર્તવ્ય ભાવે અનિષ્ટોને વિરોધ; એ બે પાસાં મળીને વિશ્વ વાત્સલ્ય પૂરું થાય છે. વિશ્વવાત્સલ્યને સાધક સમાજ જીવનમાં સંયમ, ધર્મ, નીતિ વગેરે ગુણે પૂરવા એક બાજુ આત્મીયભાવે પ્રવૃત્ત થાય છે,
જ્યારે બીજી બાજુથી સમાજનાં અનિષ્ટો વખતે વિરોધ કરીને નિવૃત્ત પણ થાય છે. (૧) જેણે કુટુંબવાત્સલ્ય સાધ્યું ન હોય તે વિશ્વવાત્સલ્ય સાધક ન બની શકે, જેમ રામાનુજાચાર્યે પેલા ગૃહસ્થને કુટુંબ વાત્સલ્ય ન હોવાને લીધે, વિશ્વવાત્સલ્યની દીક્ષા ન આપી. (૨) વિશ્વવાત્સલ્ય સાધક ભલે એકાંતમાં થોડા વખત માટે રહે, પણ તે જગતની ગતિવિધિથી ઉદાસીન ન રહે, જેમ ભદ્રબાહુ સ્વામી એકાંત સાધના કરવા ગયા હતા, પણ સમાજના અગત્યના કાર્ય માટે પાછા આવ્યા હતા. (૩) વિશ્વવત્સલ પુરુષ સમાજમાં પછાત, નબળા કે તરછોડાયેલ વર્ગને તરતડશે નહીં, સમાજને ખેફ વહેરીને પણ એવા પાત્રને અપનાવશે. જેમ માતંગ ઋષિએ કોઈ જાતને સિદ્ધાંત બાધ ન હૈઈ વિરોધ હોવા છતાં પણ શબરીને અપનાવી. (૪) વિશ્વવાત્સલ્ય સાધક બીજાની ભૂલનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com