________________
વિશ્વવાત્સલ્યને વ્યવહારુ બનાવવા માટે વિશ્વને વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ એ ત્રણ ભાગામાં વહેચવું જોઈ એ.
વિશ્વ સુધી વાત્સલ્ય સાધવા માટે માનવ જ સમર્થ છે, એટલા માટે જ જૈનધર્મ વાત્સલ્યને સમ્યકત્વનું અંગ બતાવ્યું. સાધુસાધ્વીએ માટે સમષ્ટિ સુધીની વાત્સલ્યસાધના અનિવાર્યું બતાવી છે, જ્યારે શ્રાવક શ્રાવિકા (ગૃહસ્થસાધક) માટે સમાજ વાત્સલ્ય સુધીની સાધના અનિવાર્ય બતાવવામાં આવી છે.
પણ અનુકૂળ કે પ્રતિકૂળ બધીય વ્યક્તિએ, સસ્થાઓ, રાષ્ટ્રા, પ્રાણીએ પ્રત્યે વાત્સલ્યને સક્રિય રીતે સાધવુ' હોય તેને માટે ચાર ભાવનાએ આ છેઃ- (૧) મૈત્રી, (ર) કારુણ્ય (૩) પ્રમાદ, અને (૪) માસ્થ્ય. પ્રાણિમાત્રની સાથે અને સવિશેષે માનવની સાથે મૈત્રીના અર્થ છે—સમાજ, સસ્થા, રાષ્ટ્ર, જ્ઞાતિ, ધર્મ, વ્યક્તિ કે પ્રાણી સાથે સહઅસ્તિત્વની રીતે સર્વભૂતહિતનેા વ્યવહાર કરવા. કારુણ્યના અર્થ છે—પીડિત, શાષિત, પદદલિત, પછાત રહી ગયેલી વ્યક્તિ, સૌંસ્થા, સમાજ, જાતિ, રાષ્ટ્ર કે સમષ્ટિ પ્રત્યે સક્રિય રીતે દુઃખ હરવાની વૃત્તિ. પ્રમાદના અર્થ છે—સુસંસ્થા દ્વારા ધડાયેલી નીતિમાન, ચારિત્ર્યશીલ વ્યક્તિ, ન્યાય અહિંસા સત્યની દિશામાં વ્યાપક રીતે પ્રયત્ન કરનારી સુસ ́સ્થા, સુરાષ્ટ્રોને ટેકા આપવા, પ્રતિષ્ઠા આપવી, કાર્યનું અનુમાન કરવું. અને માસ્થ્યને અ છે—જે વ્યક્તિ, સસ્થા, સમાજ કે સમષ્ટિ વિપરીત આચરવાળી હોય, અગર તેા પહેલાં સારી હાય, હવે વિપરીત (ક્રૂર, અન્યાયી, શાષક, પીડક, અત્યાચારી, અનાયારી) થઈ ગઇ હોય તે પ્રત્યે માધ્યસ્થ્ય ભાવ રાખવા, તેને પ્રતિષ્ઠા ન આપવી, સમાજ પાસેથી ન્યાય અપાવવા, માધ્યસ્થ્યના અર્થ એકાંત તાટસ્થ્ય નહી", તેમ ઉદાસીનતા કે એકાંત ઉપેક્ષા ભાવ પણ નથી; પણ તાદાત્મ્ય સાથેનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com