________________
વિશ્વવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ્ય
વિધવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ્ય
જગતમાં આજે જે પ્રવાહ ચાલી રહ્યા છે, તેને બરાબર સમજવાથી જ ધર્મને આપણે સર્વાગી રૂપે સમજી શકીએ. આ ત્રણેય વિચારને સમન્વય થવાથી જ ધર્મમય સમાજ રચના સંપૂર્ણ બની શકશે. વિશ્વ વાત્સલ્ય સંસ્થાઓ દ્વારા સમાજ કાંતિમાં માને છે. સર્વોદય (આધુનિક) વ્યક્તિ દ્વારા સમાજ ક્રાંતિની વાત કરે છે. જ્યારે કલ્યાણ રાજ્ય રાજ્ય દ્વારા ક્રાંતિની વાત પૃહીત કરીને ચાલે છે. ભારતની પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે વ્યક્તિ, એ ક્રાંતિની. પ્રેરક હોઈ શકે, પણ સમાજ વ્યાપી ક્રાંતિ એકલી વ્યક્તિ નહીં કરી શકે. તે માટે સુસંસ્થાઓ હેવી જોઈએ; વિશ્વ વાત્સલ્ય વિચારની એ વાત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે. અને સમાજવ્યાપી ક્રાંતિ માટે કાંતિ પ્રિય સાધુસંન્યાસી, જનસેવક સંસ્થા, જનસંગઠને અને રાજ્યસંસ્થા એ ચારેયને અનુબંધ હોવો જરૂરી છે, એમ વિશ્વવાત્સલ્ય માને છે. જ્યારે સર્વોદયને આધુનિક વિચાર સંગઠને રચવા અને ઘડવામાં માનતે નથી; સંગઠનમાં દોષોની ભીતિ બતાવે છે. અને વ્યક્તિ દ્વારા વિચાર પ્રચાર થવાથી જ સમાજનું ઘડતર થશે, એમ માની વ્યક્તિ દ્વારા સમાજવ્યાપી ક્રાંતિની વાત કરે છે. અને કલ્યાણ રાજ્ય સત્તા દ્વારા સામાજિક ક્રાંતિની વાત કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com