________________
૧૩
રૂપે ભાસવાનું બ્રહ્મસામર્થ્ય તે શા િબ્રહ્મપક્ષપાતિની છે; તે આભાસમાં સત્યત્વબુદ્ધિ તે મિથ્યા માયા છે. ટુંકામાં જે વસ્તુ અને કાકાર ભાસે છે તે સ્વયં સાચી છે, તે આકારમાં ખરાપણાની બુદ્ધિ તે મિથ્યા છે. આ કારણથી શાક્ત અદ્દતમાં આ વિશ્વ બ્રહ્મરૂપ હોવાથી બ્રહ્મમયીનો વિલાસ છે, એટલે અધિકરણની ચમત્કૃતિ છે. એટલે વિશ્વને અનુભવ બ્રહ્મરૂપ હેવાથી સાચો છે, એટલે વિશ્વ સાચું છે. પરંતુ વિશ્વના આભાસે બ્રહ્મવસ્તુથી પૃથફ સાચા પદાર્થો છે એવી બુદ્ધિ તે બ્રાતિ છે, અને તેથી સંસાર તે માયામય છે. શાક્ત અkતીઓ આ પ્રમાણે અનુભવમાં આવતા વિશ્વને એટલે જગતને સત્ય માને છે, અને આભાસમાં સત્યત્વબુદ્ધિ એટલે સંસરણને મિથ્યા માને છે. લૌકિક ભ્રમમાં પણ છીપમાં રૂપાની પ્રતીતિ થવામાં દર્શન તે ખરી છીપનું જ થાય છે, એટલે અધિકરણ સત્ય છે, પરંતુ તેમાં જે રૂપાનો આભાસ થાય છે એટલે જે અસ્તરૂપે અધિકરણને ડબાવી તરતું રહે છે તે ખરું છે એ બ્રાન્તિ છે. બ્રહ્મવસ્તુનું આ અધિકરણ રૂપે રહેવાનું અને અન્યથા વિશ્વરૂપે ભાસવાનું સામર્થ્ય કઈ બહારનું માગી આણેલું નથી, તેથી પs હું વડુ ચામ-એ અનેકાકાર થવાનો આત્મસ્વભાવ તે આત્માની સ્વયંભૂ શક્તિ છે, અને પાલિકી નથી. પોતે પિતાના શુદ્ધ સચ્ચિદાનંદ સ્વભાવનું આવરણ કરી, અનેકરૂપે વિક્ષિપ્ત થાય છે, તેથી પિતાને ઢાંકવાનું અને અન્યથા દેખાવાનું બલ બ્રહ્મવસ્તુનું સ્વાભાવિક છે. આ કારણથી આ શકિતને આત્માની સ્વયંભૂ દિવ્યશક્તિ (સેવામાં સ્વગુનિંdi) કહે છે, અને તે સ્વાભાવિક ( સ્વાભાવિક જ્ઞાનવા ૪) જ્ઞાન, ઈછા અને ક્રિયારૂપમાં વિભકત થતી વેતાશ્વતર ઉપનિષદમાં વર્ણવી છે.
બ્રહ્મની આદ્યા શકિતના ત્રણ વિભાગને પ્રાચીન ઉપનિષદોમાં અનેક નામથી વ્યવહરે છે. શ્વેદની એતરેય શાખાના બ્રાહ્મણના ઉપનિષદમાં ાત-“તે પરમાત્માએ સંકલ્પ કર્યો અથવા દૃષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com