________________
૧૩૮
જાન્, અંધા, ચરણ, સમગ્ર શરીર, એ પ્રમાણે સર્વાંગસુંદર રૂપની ભાવના, અને તેનાથી સૂચિત તત્તની ભાવનાની સિદ્ધિનાં ફલો. વર્ણવ્યાં છે. ચંદ્રમંડલમાં દેવીની ભાવના, દેવચરણુપૂજ, દેવીનું અદ્ભુત પતિવ્રત્ય, ચરણજલની અભ્યર્થના, દેવીભક્તમહિમા, અને સ્વાહંકારનિરાકરણ પૂર્વક સ્તોત્રને ઉપસંહાર આવે છે.
ઉપલક વાંચનારને આ શ્લેકે ઉત્તમ ખંડકાવ્ય રૂપે લાગે તેવા છે, પરંતુ તેમાં રહસ્યભાવે ગુંથ્યા છે, અને શક્તિના દિવ્ય સ્વરૂપની માંત્રિક ઉપાસના અને ધ્યાન કરવાની પદ્ધતિ તેમાં શંકરાચાર્ય ગોઠવી દીધી છે. કેટલાક કેમાં ગાદિ શાસ્ત્રના સંયમનાં સૂક્ષ્મ લક્ષણો આપ્યાં છે, અને શ્રીવિદ્યાની પંચદશાક્ષરીને ઉદ્ધાર કરી મંત્રનું ષટચક્ર સાથે, ચનું શ્રીયંત્ર સાથે, શ્રીયંત્રનું ષોડશ નિત્યાના કાલચક્ર સાથે, અને માંત્રિક અથવા ઉપાસકનું મંત્રદેવતા અથવા ઉપાસ્ય પરા દેવતા સાથેનું એકીકરણ કેવી રીતે થાય છે, એ રહસ્ય લક્ષણાવૃત્તિથી સ્કુટ કર્યું છે. - કવિ બાલાશંકરે આ સ્તોત્રને સમલૈકી ભાષાંતરમાં ઉતાર્યું છે, અને મૂલ કેના ભાવે ઘણું ચમત્કૃતિથી ગુજરાતી ભાષામાં ઉતારી આપ્યા છે. ઘેડા દિવસ ઉપર ભી મહારાજના ગ્રંથે મને જોવા મળ્યા, તેમાં લહરી નામનો ગ્રંથ ઉપલબ્ધ થાય છે. તે સૌન્દર્યલહરીનું નામાંતર છે. લગભગ બસે વર્ષ ઉપર થયેલા આ ગુજરાતી ભાષાન્તર સાથે લગભગ બેંતાળીસ વર્ષ ઉપર થયેલા કવિ બાલના ભાષાતરને સરખાવતાં સમજાય છે કે મીઠું કરતાં કવિ બાલ કવિ તરીકે વધારે ચઢીઆતા છે. નીચેનું એક ઉદાહરણ બસ થશે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com