________________
૧૩૭
આ સર્વ ટીકાઓમાં ઉત્તમોત્તમ લક્ષ્મીધરની લક્ષ્મીધરા નામની માંક ૨૧ વાળી છે. શંકરાચાર્યને વિદ્યાનું બીજ ઉપનિષદમાંથી મળ્યું છે, તેનું પોષણ આરણ્યકના ગ્રંથોથી થયું છે, અને અંકુર તેમના પરમગુરુ ગાડપાદનાં શ્રીવિદ્યાસૂત્રમાંથી અને સુભદયપ્રકરણમાંથી ઉગી નીકળ્યું જણાય છે. આ પ્રાચીન ગુરુજનના આધાર વડે આ મંત્રસારસ્તુતિ એમણે રચી છે. આ સ્તુતિના બે ખંડ છે. પ્રથમ શ્લોકથી માંડી એકતાલીસ લોક પર્વતના ભાગને બ્રહ્મલહરી અથવા આનંદલહરી કહે છે; ઉત્તરાખંડને શૃંગારલહરી કહે છે.
બ્રહ્મલહરી અથવા આનંદલહરીના ખંડમાં શિવસ્વરૂપ, શકિતસ્વરૂપ, શિવશકિતનું યુગ્મ, શકિત વિના શિવની ક્રિયાશકિતને અભાવ, શકિતનું સ્થૂલ, સૂક્ષ્મ અને પર રૂ૫, સ્થૂલ રૂપનું સાલંકાર અનુસંધાન, પરમ શિવ સાથે તેને અખંડ સંગ, સહસ્ત્રારપદ્યમાં તેની સ્થિતિ, શચક્રનું સ્વરૂપ, ષચક્રમાં દેવીના રૂપની ભાવના, સિન્દર્યમહિમા, સ્ત્રીવસ્યકર પ્રયાગ, કાવ્યસિદ્ધિકર પ્રયોગ, વિષજ્વરહરઃ પ્રયાગ, સાયુજ્યપ્રાપ્તિપ્રાગ, દેવીનું ગુણમૂર્તિઓથી પર સ્વરૂપ, તેનો આજ્ઞાચક્રમાં પ્રબોધ, મહાલયમાં પણ દેવીને શિવ સાથે વિહાર, સકલક્રિયાકલાપને દેવીપૂજનમાં વિનિયેગ, દેવીનું પતિવ્રય, દેવી સાથેના તાદામ્યના અનુસંધાનનું ફલ, દેવીતંત્ર, દેવી મંત્ર, શિવશકિતને સંબંધ, દેવીનું સહસ્ત્રારથી નીચેનાં આશા, વિશુદ્ધ, અનાહત, મણિપુર, સ્વાધિષ્ઠાન, અને આધારચક્રમાં કરવાની ભાવનાઓ વિગેરે વિષયો આવે છે.
ઉત્તરખંડમાં દેવીના સ્થૂલ રૂપનાં અંગપ્રત્યંગની ભાવનાઓ આપી છે. કિરીટ, કેશપાશ, સીમંતસરણિ, લલાટ, ભૂમધ્ય, દૃષ્ટિ, કર્ણયુગલ, ગલસ્થલ, કુંડલભૂષણ, નાસા, એઇ, વદન, જિહા, તાંબૂલકવલન, ભાષણ, કંઠની રેખાત્રય, ભુજ, કર, સ્તનયુગ્મ, હાર
લતિકા, સ્તન્ય(ધાવણ), રામાવલિ, નાભિ, મધ્ય, વલિત્રય, નિતંબ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com