________________
છે કે કારણબ્રહ્મની દિવ્યશક્તિ બ્રહ્માથી માંડી ભુદ્ર જીવનાં શરીરમાં ' ગુપ્ત ભાવથી પેઠેલી છે. તે બ્રહ્મદેવને નિત્યવ્યક્ત થયેલી હોય છે, અને
અન્ય સર્વ પ્રાણીઓમાં અવ્યક્તભાવે રહેલી હોય છે. આ મૂલ શક્તિ લજ્જાભાવમાં અવ્યક્ત દશામાં હોવાથી કુંડલિની કહેવાય છે, અને તેની સંજ્ઞા લે છે. આ એકાક્ષરને લજજાબીજ, માયાબીજ, ભુવનેશ્વરીબીજ વિગેરે અનેક નામથી પ્રબોધવામાં આવે છે. આ દ્રોકાર કૌમારી, અથવા સુંદરીભાવે પ્રત્યેક પિંડમાં હોય છે. આ શિવની જીવકલાને ભગવદ્દગીતામાં પરા પ્રકૃતિ કહે છે, અને તેનું ઉત્થાન કરી તેને અવ્યકતમાંથી વ્યકત દશામાં લાવવી, અને છેવટે તેનું શિવ સાથે સાયુજ્ય કરવું એ ઉપાસનાનું પરમ પ્રયોજન છે.
આ વિદ્યાનું નામ અથવા ઉપાસનાનું નામ વિથ કહે છે તે વિદ્યાનાસાધકને પિતાના પિંડમાં જ સઘળી ઉપાસના કરવાની હોય છે, અને મૂલાધારથી માંડી સહસ્ત્રદલ પર્યત ચક્રવેધ કરી, પિંડસ્થ શકિતને એટલે કુલ શકિતને, આ પિંડસ્થ શિવ સાથે એટલે અકુલ શિવ સાથે સંગ કરાવી, શિવનો જ્ઞાનપ્રકાશધર્મ અને શકિતને આત્મપરામર્શ કરવાને (વિમર્શ) ધર્મ જગવી, દિવ્ય જ્ઞાન, દિવ્ય ધર્મ, દિવ્ય વૈરાગ્ય, અને દિવ્ય ઐશ્વર્ય મનુષ્યયોનિના જીવતા દેહમાં પ્રત્યક્ષ જોગવી સાયુજ્યસુખ મેળવી કૈવલ્ય પામવું-એ પ્રક્રિયાને શાકતસંપ્રદાયની સામાયિક પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાને પૂલ સ્ત્રીપુરુષના શરીરમાં સ્થૂલ ચેષ્ટામાં ઉતારી લાવી જે પ્રયોગ કરો તેને કેલપ્રક્રિયા કહે છે. બંનેમાં શકિતસંગમ હોય છે. એટલે પ્રથમમાં પિંડસ્થ શૈવી શકિતને જાગ્રત કરાવવામાં નિમિત્તરૂપ થનાર પુરુષને પત્ની હોય છે, અને પત્નીને પતિ હેાય છે. બંને સમાન
અધિકારનાં સમાન ધ્યેયવાળાં, સમાન ઉપાસના કરનારાં દીક્ષિત યુગલે હોય છે. આ જોડાં ઘણે ભાગે દિવ્ય વર્ગનાં અથવા સિદ્ધ વર્ગનાં હોય છે, પ્રસંગે મનુષ્ય વર્ગનાં પણ હેય છે. મનુષ્યવર્ગમાં પણ દિવ્યભાવવાળાં અથવા સિહભાવવાળાં હોઈ શકે છે, અને તેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com