________________
૧૩૩
કિરણે મળી એકંદર ૩૬૦ કિરણાવલિ વડે અમારે આ ન દેહ દેદીપ્યમાન થાઓ. હે ભારતવાસીઓ! ઉઠે, ઉંઘ નહિ. અગ્નિનું રહસ્ય સમજી જાણે. તેની સાથે સેમ રસથી તૃપ્ત થાઓ, અને સૂર્ય સાથે સાયુજ્યવાળા થાઓ. સુંદર વર્ચસવાળા કવચ વડે યુવાન બને, અને દેવોના પુર જેવી આ અયોધ્યા (એટલે યુદ્ધમાં હરાય નહિ એવી.) પુરીને આઠ ચક્રમાં અને નવકારમાં ગોઠવી દો. તે પુરીમાં હિરણ્યકેશ છે. તેમાં સ્વર્ગલોક જ્યોતિર્મડલથી ઢંકાઈ ગયેલ છે. અમૃત વડે ઢંકાયેલી આ બ્રહ્મપુરીને જેઓ જાણે છે તેમને કારણ બ્રહ્મ (પરમેશ્વર) અને કાર્યબ્રહ્મ (બ્રહ્મા) આયુષ, કીર્તિ અને પ્રજા આપે છે. ખરેખરી આવી હિરશ્મયી પુરીને “ અપરાજિતા” નામ વાળી બ્રહ્માએ સંપાદન કરી છે, અને તે બ્રહ્મયશ વડે વીંટળાયેલી, તેજસ્વી, અને દિવ્યગતિ કરનારી (હરિણી) છે. આ પુરીમાં તે કાર્યબ્રહ્મ પેઠા છે. બાહ્ય પ્રતિબધેથી ન ડગનારી, બાહ્ય વસ્તુઓથી ન નાશ પામનારી આ દિવ્યપુરી આ લોકમાં અને પરલોકમાં આપણું સાથે રહે છે. વિદ્વાનોને, દેવોને, અને અસુરોને આ પુરી વસ્તુતઃ પ્રાપ્ત છે. પરંતુ કેટલાકમાં તેની કુમારીભાવમાં શક્તિ મંદ મંદ ધ્વનિ કરતી ગુંજારવ કરે છે; કેટલાકમાં તે પતિવ્રતા પત્ની બની આગળ ધપે છે; આ શક્તિનું ઉત્થાપન કર્યા પછી અરિષ્ટ કંઇ થાય છે તો અમિ તેને નાશ કરે છે. અપક્વ કષાયવાળા, અને પકવભાવવાળા સાધકે, ઇન્દ્ર અને અગ્નિને ઉપાસના વડે જાણનારાઓ, જેમ રેતીના કણે મોટા ઢગલાના રૂપમાં થઈ જાય છે, તેમ કિરણ વડે વિદ્યા બળથી અથવા ઉપાસનાબળથી આ પુરીમાં ખેંચાઈ આવે છે. તેઓ આ લોકમાંથી અથવા પરલોકમાંથી આકર્ષાઈ આવે છે. જેઓ માત્ર સમજણ વિનાનું કર્મ કરે છે (અવિવાવાળું કર્મ ) તેઓ ગાઢ અંધારામાં પેસે છે–આ રહસ્ય પુ િનામના ઋષિઓને મળેલું છે.” (R. ના. . ૨. 1. ૨૮. )
આ ઉપનિષદમાં શ્રીવિદ્યાનું મૂલબીજ છે. તેમાં એવું સૂચવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com