________________
૧૩
ભકિતને સ્થાયીભાવ પ્રેમ-એ બે વચ્ચે એવું તે વિલક્ષણ સાહચર્ય છે કે અંગારરસ અને ભક્તિરસ વચ્ચે વિભ્રમ અવિવેકી જનને થઈ જાય છે. શૃંગારનો આલ બન વિભાવ લાકિક સ્ત્રી અથવા નાયિકા હેય છે; ભાતને આલંબન વિભાવ અલૌકિક પરમેશ્વર ચેતન છે, પછી તે સ્ત્રીરૂપે હોય કે પુરુષરૂપે હોય કે બાલકરૂપે હોય; મૃગારમાં અને ભક્તિમાં ઉદ્દીપન વિભા, અને સંચારી ભાવો લગભગ સરખા છતાં પ્રથમમાં તે સંસારી રતિ અથવા રાગના પિષક હોય છે, જ્યારે બીજામાં તે અસંસારી કક્ષાની વરાત અથવા નિર્વેદના પષક હોય છે; પ્રથમમાં આલંબન વિભાવ એટલે સ્ત્રી આદિના અંતગંત ગુણમાહાસ્યનું ભાન હેતું નથી, અને તેથી પ્રેમ સ્વાથી હોય છે, જ્યારે બીજામાં આલંબન વિભાવ નિત્યસિદ્ધ પરમેશ્વરનું સત્ય સ્વરૂપ અસત્ય શરીરમાં પેઠેલું સ્વીકારવામાં આવે છે, અને તેના ગુણનું અને કર્મનું માહામ્યજ્ઞાન ન્યૂનાધક અંશે ભક્તને હોય છે, અને તેથી પ્રેમ નિસ્વાર્થ એટલે આત્માર્પણભાવથી પ્રેરાયેલો હોય છે. આથી શ્રૃંગારી અને પ્રેમભક્તની ભાષા સમાન છતાં ફલમાં ઘણે ભેદ રહે છે. શ્રૃંગારી મનુષ્ય રસિક બની જે શુદ્ધ આલંબનને કઈ રીતે મેળવી શકતા નથી તો સંસારના કીચડમાં કળતે જાય છે, જ્યારે પ્રેમી ભક્ત આલંબનના માહાભ્યજ્ઞાન વડે વિશુદ્ધિ થવાથી સંસારીદશામાં નિર્લેપ થઈ જાય છે. શ્રૃંગારમાં અતિશય થવાથી ઉન્માદ આવે; પ્રેમી ભક્તામાં અતિશય થવાથી શાંત અથવા સ્તંભભાવ જાગે છે. આ વગેરે અનેક સૂમ ભેદો શૃંગાર અને પ્રેમભક્તિમાં રહેલા છે. પરંતુ ભાષાનું સદશ્ય, અને ઉદ્દીપન વિભાગે અને સંચારી ભાવનું સદશ્ય એટલું બધું બે રસ વચ્ચે રહે છે કે ઘણા બુદ્ધિમાન મનુષ્યો પણ કયાં મૃગાર છે અને ક્યાં પ્રેમભક્તિ છે એ ઓળખી શકતા નથી, અને આ કારણથી કયે પ્રસંગે કવિ શ્રૃંગારી છે અને કયે પ્રસંગે કવિ ભક્ત છે તે કળી શકતા નથી. આવા રસવિભ્રમના ભંગ થઈ પડેલ ઘણા કવિઓ છે. નરસિંહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com