________________
૧૨૯
ઉપાસનાના ફલરૂપે થયેલ હોવાથી તેમનું નામ બાળાશંકર પાડવામાં આવ્યું હતું. સને ૧૮૮૦-૮૧ માં કેલેજને અભ્યાસ છોડી તેમણે ગોવામાં કસ્ટમ ખાતામાં નોકરી સંપાદન કરી હતી. ત્યાર પછી ૧૮૮૩-૮૪ ના અરસામાં ભરૂચ જીલ્લામાં એકાઉન્ટ ઓફિસમાં, કલેકટરની ઓફિસમાં, આસીસ્ટંટ કલેક્ટરની ઓફિસમાં નોકરી કરી, પાંચ વર્ષ રજા ઉપર ગયા ત્યાર પછીનાં ત્રણ વર્ષ ૧૮૮૩-૧૮૮૫ સુધીનાં તેમણે તેમના પિતા પાસે નડીયાદમાં રહી, ધર્મરહસ્ય શિખવામાં ગાળ્યાં હતાં. આ ધર્મજ્ઞાનનું પિતાનું ઋણ તેઓએ “સૌન્દર્યલહરી”ની પ્રસ્તાવનામાં સને ૧૮૮૬ માં નીચેના શબ્દોમાં સ્વીકાર્યું છે –
આ ગ્રંથનું રહસ્ય સમજવાને ઊંડી તર્કબુદ્ધિ, જ્ઞાન, ગ, ન્યાય, સાહિત્ય ઇત્યાદિના ખૂણેખેચરાથી માહિત પુરૂષ જ અધિકારી છે અને પરમેશ્વર આશાને તંત્ર જારી રાખે તો મારા પૂજન અને આવા કાવ્યાદિમાં કુશલ તથા આરબી ભાષામાં પ્રવીણ પિતાના હાથે મારી ટીકા સંશોધન કરાવી પ્રસિદ્ધ કરવાને ઈરાદે છે. પરંતુ હાલ વિદ્વાનોમાં ચર્ચાવવાને વાસ્તુ અને ટીકાકારેની પરીક્ષાને માટે આ મૂલ આવૃત્તિ કહાડી છે. ટીકાકારેએ વિષયના પૂર્ણજ્ઞાન શિવાય ટેબલ ન શોધવું એ જ અતિ ઉત્તમ છે.”
કવિ બાલને પિતાને આશાને તંતુ જારી રહ્યો, પરંતુ પિતાનું મરણ સને ૧૮૮૬-૮૭ માં થવાથી કવિ બાલની “સાન્દર્યલહરી” ટીકા વિનાની અદ્યાપિ રહી છે. કવિને પણ સને ૧૮૯૮ માં સ્વર્ગવાસ ચ અને પ્રજાને આશાતંતુ પણ ત્રુટી ગયે. આ ગ્રંથના મૂળને નહિ જાણનારા ગુજરાતી વાચકે એ ગ્રંથના નામ ઉપરથી કઈ નાયિકાનું સૈન્દર્ય વર્ણન કરનારું કાવ્ય હશે એમ માની અને કવિ શૃંગારી હોવાથી કાવ્ય પણ શૃંગારરસનું જ છે એવું સ્વીકારી લે છે. પરંતુ આ ભગવતીનું રહસ્યસ્તોત્ર શંકરાચાર્યનું સંસ્કૃતમાં રચેલું છે તેને ગુજરાતીમાં અનુવાદ છે અને તે સમાન શિખરણું વૃત્તામાં છેએ મુદ્દો સ્મરણ બહાર જાય છે. શ્રૃંગારને સ્થાયીભાવ રતિ, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com