SearchBrowseAboutContactDonate
Page Preview
Page 980
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૮ ભાવની ગ્રાહકેમાં છાપ પાડી ધંધે વિકસાવ્યું. તેમની દીર્ધ દ્રષ્ટિ અને વ્યાપારી બુદ્ધિ અજોડ છે એમ કહ્યા વગર નથી રહી શકાતું. શ્રી બાલચંદ ગાંડાલાલ દેશી શ્રી બાલચંદભાઈ દોશી માં આવેલા ગોહીલવાડ જીલ્લાના ઘોબા ગામના વતની છે. તેઓશ્રીએ પોતાનું બાળપણ ગામડામાં પસાર કરેલ છે. તે વખતે તેમની આર્થીક સ્થિતિ નબળી હોવાથી પાલીતાણા શ્રી યશોવિજય જૈન ગુરૂકુળમાં દાખલ થયા અને ત્યાં માધ્યમિક શિક્ષણ લઈ મેટ્રીક સુધી અભ્યાસ કર્યો. ત્યાર પછી આગળ અભ્યાસ વધારવા મુંબઈ જૈન મહાવીર વિદ્યાલયમાં દાખલ થઈ બી. કામ સુધીનો અભ્યાસ કર્યો. મુંબઈમાં ઇન્કમટેકસ પ્રેકટીશનર તરીકે પોતાનું કામ શરૂ કર્યું. શાંત સરળ સ્વભાવથી પોતાના ધંધામાં આપબળે આગળ વધ્યા. તેઓશ્રી શ્રી મહાવીર વિદ્યાલયના પાસ્ટ ટુડન્ટસ” યુનીયનના પ્રમુખ તરીકે વર્ષોથી કામ કરે છે શ્રી જૈન ગુરૂકુળની મુંબઈની કમીટીમાં એક વર્ષ ઉપ-પ્રમુખ તરીકે તેમણે કામ કરેલ છે. શ્રી જૈન ગુરૂકુળ મિત્ર મંડળના પ્રમુખ તરીકે તેઓશ્રી હાલમાં કામ કરી રહ્યા છે. કુટુંબના સાધારણ સ્થિતિના બાળકને કેળવણું આપવા સંસ્થાએમાં દાખલ કરાવી અને આર્થિક સહાય આપી કેટલાક બાળકને જીવન તેમને સુધાર્યા છે. ગરીબ માણસોને ગુપ્ત સહાય આપવામાં તેઓશ્રી આગળ પડતો ભાગ લે છે. આવા એક સેવાપ્રેમી મહાનુભાવનું જીવન અનેક સેવા પ્રવૃતિઓથી સુશોભિત અને સુરક્ષિત બને છે. શેઠ હરકીશનદાસ જાદવરાયભાઈ – ઉના સંસ્કારની પ્રતિમાશા ઉનાના કપ્રિય નગરશેઠશ્રી હરકીશનદાસ (બાબુભાઈ) શેઠના જીવનની ઝાંખી આપણી ઉગતી પ્રજાને પ્રેરણા અને પ્રકાશ આપી શકે તેવી છે. દીર્ધકાળની એકધારી નગરશેઠાઈ કે જે રાજ્ય અને પ્રજાએ આપેલી તેના કીર્તિકળશ સાથે ખાનદાની ભર્યા ભૂતકાળ ધરાવનાર આ કુટુંબમાં શ્રી બાબુભાઈને સહેજ પણ પરિચયમાં આવ્યા પછી ભાગ્યે જ કોઈ ભૂલી શકતું. ઉના તાલુકામાં નિસ્વાર્થભાવે કરેલી સેવા અને કર્તવ્યપરાયણતાને કારણે તેઓ વધારે જાણીતા થયાં તેમની પ્રજાવત્સલ્યતા અપ્રિતમ છે. જૂના સ્ટેઈટ વખતે તેમની સલાહનું ભારે વજન પડતુ, રાજ્ય સાથેના સંબંધ સારા હોવા છતાં ગુપ્ત પ્રયાગની લડતમાં પણ અગ્રભાગ ભજવ્યો હતો. અને એ રીતે એમણે નિકાની પ્રતીતિ કરાવી હતી. ઉના મહાજન અને ઉના કેળવણી મંડળ સાથે તેઓ ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે. થોડું બોલવા છતાં એમની વિચક્ષણતા અને વત્સલ્યતા એવી હતી કે કોઈપણ મહત્ત્વના કાર્યોમાં કે પ્રસંગે તેમની હાજરી અનિવાર્ય બની રહે છે. તેમને આ સત્કાર બેનમૂન છે. સૌરાષ્ટ્રની ધરતીને એ વારસે એમણે બરાબર સાચવ્યો છે. તેમને ત્યાંથી કે નિરાશ થઈને પાછુ ગયું નથી. રાજ્ય અને પ્રજાને સંપૂર્ણ પણે વફાદાર રહીને આ કુટુંબે ગરીબ લોકેાની યાતનાઓ તરફ હંમેશા વધારે ધ્યાન આપ્યું છે. ઉના ટી. બી. હોસ્પીટલ દીવ, ઉના, દેલવાડા મહાજન પાંજરાપોળ વિગેરે સંસ્થાઓના પ્રાણ સમા બની ગયા છે. તેમની અનન્ય સેવાને લાભ શહેરની અનેક સંસ્થાઓને મળતો રહ્યો છે. કુટુંબની પરંપરાગત પ્રણાલિકાને તેઓ જાળવી રહ્યા છે. તેમના દિલની અમીરાત અને સુજનતાએ સૌનું માન તથા ચાહના મેળવી શક્યા છે. કાંગ્રેસ પ્રેમી છે ઉનાના રચનાત્મક અને કલ્યાણકારી કાર્યો તરફ તેમને હંમેશા આકર્ષણ રહ્યું છે. બધાને માન અને મોભે સાચવીને પ્રજાહીત કાર્યોમાં સહકાર મેળવી રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy